Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટ જિલ્લામાં જુગારના ૩ દરોડા : ૯ મહિલા સહિત ૨૮ પત્તા ટીંચતા પકડાયા

શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ જુગારીયાઓ પડમાં આવી ગયા : કાંગશીયાળીમાં ફલેટમાં ૯ મહિલા, જસદણના સોમપીપળીયા ગામે ૧૧ અને ગોંડલના કંટોલીયાની સીમમાં જુગાર રમતા ૮ પકડાયા

કંટોળીયા ગામે જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે.
રાજકોટ તા. ૩૦ શ્રાવણ મહિનો શરૂ થતા જ જુગારીયાઓ પડમાં આવ્‍યા હોય તેમ જિલ્લામાં ત્રણ દરોડામાં ૯ મહિલા સહિત ૨૮ શખ્‍સો પત્તા ટીંચતા પકડાયા હતા.
પ્રથમ દરોડામાં કાંગશીયાળી ગામે રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-ઇ ફલેટ નં. ૬૦૨માં પુજાબેન આંકોલા જુગાર રમાડતી હોવાની બાતમી મળતા શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા ફલેટ માલીક (૧) પુજાબેન પીયુષભાઇ આકોલા રહે. કાંગશીયાળી (ર) દિવ્‍યાબેન જીતેન્‍દ્રભાઇ વિરસોડીયા રહે. કાંગશીયાળી ગામની સીમ રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-ઇ ફલેટ નં. ૪૦૩ (૩) મનીષાબેન દિપકભાઇ કણસાગરા રહે. કાંગશીયાળી ગામની સીમ રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-ઇ ફલેટ નં. ૮૦૪ (૪) જયશ્રીબેન રવિન્‍દ્રભાઇ કણસાગરા રહે. કાંગશીયાળી ગામની સીમ રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-સી ફલેટ નં. ૫૦૨, (પ) પુનમબેન સતીષભાઇ સવાણી રહે. કાંગશીયાળી ગામની સીમ રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-એફ ફલેટ નં. ૪૦૨, (૬) બિંદાબેન શૈલેષભાઇ ગેવળીયા રહે. કાંગશીયાળી ગામની રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-ઇ ફલેટ નં. ૮૦૧ (૭) રેખાબેન પંકજભાઇ વસોયા રહે.  કાંગશીયાળી ગામ, સત્‍યમ હીલ્‍સ બ્‍લોક નં. ૩૦૧ (૮) ભાવનાબેન પ્રદિપભાઇ જાદવ રહે. વિનોદનગર હુડકો ચોકડી રાજકોટ તથા (૯) રંજનબેન નટવરભાઇ ચોટીલા રહે. કાંગશીયાળી ગામની સીમ રાજપથ એપાર્ટમેન્‍ટ વીંગ-જી ફલેટ નં. ૫૦૧ ને રોકડા રૂા. ૨૧,૧૫૦ અને ગંજીપત્ત સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહીમાં શાપર-વેરાવળના એ.એસ.આઇ. પી.આઇ. બાલાસરા, હેડ કોન્‍સ. બ્રીજરાજસિંહ જાડેજા, પો.કો. યોગીરાજસિંહ જાડેજા, નરેશભાઇ લીબોલા, દુષ્‍યંતસિંહ રાણા, પિયુષભાઇ અઘેરા, પ્રતિપાલસિંહ વાળા, પો.કો. સમજુબેન ગમારા તથા કાજલબેન ગમારા જોડાયા હતા.
બીજા દરોડામાં જસદણના સોમપીપળીયા ગામે શંભુભાઇ દુદાભાઇ સોલંકીના જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પીઆઇ કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ નીતેન્‍દ્રસિંહ જોરાવસિંહ જાડેજા, પો. સબ. જસદણ તથા સ્‍ટારે રેઇડ કરી જૂગાર રમતા (૧) શંભુ દુદાભાઇ સોલંકી રહે. સોમ પીપળીયા તા. વિંછીયા (ર) મુકેશ કુકાભાઇ સાંકળીયા રહે. મોઢુકા ગામ, તા. વિંછીયા, (૩) મુકેશ દેવશીભાઇ દુમાદીયા, રહે. કાળાસર ગામ તા. જસદણ (૪) જેન્‍તી જીણાભાઇ ધોરીયા, રહે. હાથસણી ગામ તા. વિંછીયા, (પ) જેન્‍તી ધાખાભાઇ બાવળીયા રહે. સોમ પીપળીયા, (૬) વિપુલ હકુભાઇ તાવિયા, રહે. મોઢુકા ગામ, (૭) મગન બેચરભાઇ ડેરવાળીયા, રહે. ગઢડીયા, (જસ) તા. જસદણ, (૮) રવજી રઘુભાઇ મેર, રહે. જસદણ, નવહથ્‍થાપરીની દરગાહ પાસે, તા. જસદણ, (૯) સમશેર મહોમ્‍મદ શેખ, રહે. જસદણ મફતીયાપરા, (૧૧) હરજી બચુભાઇ ધોરીયા, રહે. હાથસણી, તા. વિંછીયાને રોકડા રૂા. પ૪૯૬૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડોમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્‍સ. એસ. જે. રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્‍યાન પો. હેડ કો. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કો. અનિલભાઇ ગુજરાતી, પો. હેડ કો. રૂપકભાઇ બોહરા, તથા પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડને સંયુકતમાં મળેલ હકિકત આધારે, કિશોર ભીખાભાઇ રીબડીયા રહે. કંટોલીયા ગામ તા. ગોંડલ વાળો પોતાના કબ્‍જા ભોગવટાની ગોંડલ તાલુકાના કંટોલીયા ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જૂગારનો અખાડો ચલાવતા જૂગાર રમતા આઠ ઇસમોને કુલ રોકડ રકમ રૂા. ૭૬,૧૦૦ સહિત કુલ રૂા. ૧,૧૬,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ શખ્‍સોમાં (૧) કિશોર ભીખાભાઇ રીબડીયા જાતે રહે. કંટોલીયા ગામ, (ર) કિરીટ રવજીભાઇ ખુંટ રહે. ગોંડલ, ભોજરાજપરા શેરી નં. ૧૩-૩૦, ચતુબરા પાસે, (૩) શૈલેષ હીરાભાઇ ટારીયા રહે. કંટોલીયા ગામ, મોવીયા રોડ, (૪) અશોક ભગવાનજીભાઇ રીબડીયા રહે. કંટોલીયા ગામ, (પ) અશોક દાનાભાઇ ગોહેલ રહે. ભગવતપરા, વાછરા રોડ, (૬) રેગન માવજીભાઇ રેવર રહે. ઘોઘાવદર ગામ, દલીતવાસ, (૭) ચીરાગ મહેન્‍દ્રભાઇ રાવલ રહે. ગોંડલ સુખનાથ નગર, રાજશકિત એપાર્ટમેન્‍ટ તથા  (૮) હિતેશ પ્રફુલભાઇ ટીલાળા રહે. ગોંડલ, જેતપુર રોડ, રાજનગર સોસાયટીનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. મહેશભાઇ જાની, હેડ કો. પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ દવે તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા રોકાયા હતાં.

 

(11:46 am IST)