Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જન્માષ્ટમી મહોત્સવમાં સંસ્થાઓ સાથે સંકલન માટે સમિતિની રચના

રૃડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ, મીઠી મધુરી રે વાલા તારી મોરલી રે લોલ.... ધ્વજારોહણ માટે બજરંગદળના કાર્યકરોને જવાબદારી

રાજકોટ તા. ર૯ : વિ.હિ.પ દ્વારા રાજકોટના રાજમાર્ગો પર જન્માષ્ટમી નિમિતે  ભવ્ય શોભાયાત્રા, લત્તાસુશોભન સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં શહેરભરના સંસ્થા, મંડળો જોડાઇને આ મહોત્સવને સફળ બનાવે છે. વિ.હિ.પ. સાથે આ તમામને જોડવા માટે એક  સેતુ તરીકે કાર્ય કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

આયોજનમં સંસ્થા, ગ્રુપ, મંડળના માધ્યમથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, પ્રજાજનો જોડાય છ.ે વિ.હિ.પ દ્વારા આ તમામ સંસ્થા મંડળોનો સંપર્ક રહે, સંકલન થાય અને જરૃરી તમામ મદદ, માર્ગદર્શન મળવાથી બધા કાર્યક્રમો દિપી ઉઠે  તેવા પ્રયાસના ભાગ રૃપે પ્રખંડ (વોર્ડ) વાઇઝ જવાબદારીઓ ફાળવવામાં આવી છે. જે તે વિસ્તારમાં આવેલા સંસ્થા, મંડળ, ગ્રુપના સંપર્કમાં રહીને તેમને દરેક કાર્યક્રમો વિશે માહિતગાર કરી અને ઉજવણી માટે જરૃરી તમામ માર્ગદર્શન, માહિતી સામગ્રી સહકાર આપવાનું કાર્ય કરશે. વિ.હિ.પ. અને સંસ્થા વચ્ચેના સેતુ તરીકેનું કાર્ય કરવા માટે કાર્યકર્તાઓની નિમુંક કરવામાં આવી છે.

જન્માષ્ટમીનો માહોલ બનાવવા માટે લત્તે-લત્તે, ચોકે ચોકે તેમજ મુખ્ય માર્ગો પર કેસરીયા ધ્વજ લગાવીને કેસરીયો માહોલ બનાવવામાં આવે છે. જે માટે બજરંગદળના કાર્યકર્તાઓ આ કાર્ય કરતાં હોય છે. આ વખતે ગોકળીયુ માહોલ બનાવવા માટે અનેક સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવશે. જેની જવાબદારી બજરંગદળના સાગર કોટક, વિમલ લીંબાસીયા, રૃજુલ જાની, પ્રશાંત કટારીયા, હિરેન છેલાની, મહેન્દ્ર, હર્ષભાઇ વાછાણી, મયુર મકવાણા, મોહન પાલ તથા પાર્થ ટીલાળા સંભાળવાના છે. તેમની આ વરણી બદલ વિ.હિ.પ.ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૃપારેલીયા, હસુભાઇ ચંદારાણા, સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ પટેલ, મહામંત્રી નિતેશભાઇ કથીરીયા વિગેરે હર્ષની લાગણી વ્યકત કરી છે. તેમ પ્રેસમીડીયા ઇન્ચાર્જ પારસ શેઠની યાદીમાં જ ણાવે છે.

(4:01 pm IST)