Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રમકડા કોર્નર સ્‍ટોલના કલેકટર તંત્રને રપ લાખ વધૂ ઉપજ્‍યા : ૭પ હજારથી સવા લાખ બોલી બોલાઇ

૩ર-સ્‍ટોલની અપસેટ પ્રાઇઝ ૬૦ હજાર હતી : ૧૯ લાખ ર૦ હજાર સામે ૪૪ લાખની આવક

રાજકોટ, તા. ર૯ : લોકમેળા માટે એક પછી એક પ્રકારના સ્‍ટોલની હરરાજીઓ શરૂ કરાઇ છે, મોટી ખાણી-પીણીના બે સ્‍ટોલમાં ગઇકાલે સવારે સવા ત્રણ લાખ રૂપિયાની વધારાની આવક બાદ બપોર પછી રમકડા કોર્નરની ૩ર સ્‍ટોલની હરરાજી થઇ હતી અને તેમાં અપસેટ પ્રાઇઝ કરતા રપ લાખ વધુ ઉપજયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું, સાધનોએ જણાવેલ કે કુલ ૬૦ હજારની અપસેટ પ્રાઇઝ સામે ઓછામાં ઓછા ૭પ હજાર તો વધુમાં વધુ ૧ લાખ ર૦ હજારની આવક થઇ છે, જે ર વર્ષ પહેલા કરતા થયેલ આવક કરતા ર૦ ટકા વધુ આવી છે, ૩ર સ્‍ટોલની કુલ અપસેટ પ્રાઇઝ ૧૯ લાખ ર૦ હજાર થવા જતી હતી, તેની સામે ૩ર સ્‍ટોલના ૪૪ લાખ ઉપજયા છે, કલેકટરતંત્ર મબલખ કમાણી કરી રહ્યું છે.

(4:04 pm IST)