Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સાવધાન... શહેરમાં ૧ વર્ષની બાળકી સહિત કોરોનાના નવા અધ..ધ.. ૪૩ કેસ

સૌથી વધુ વોર્ડ નં. ૮માં ૧૨ દર્દી : હાલ ૨૩૯ દર્દીઓ સારવારમાં : કુલ કેસનો આંક ૬૪,૪૪૪ : ગઇકાલે ૩૬ દર્દી સાજા થયા

રાજકોટ તા. ૨૯ : સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૧ વર્ષની બાળકી સહિત ૨૩ પુરૂષ અને ૨૦ મહિલાઓ સહિત કુલ ૪૩ કેસ નોંધાયા છે. જયારે ૩૬ દર્દી સાજા થયા હતા. હાલ ૨૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ વોર્ડ નં.૮માં ૧૨ કેસ નોંધાયા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં ગઇકાલે ૪૩ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. ૧૭ના ભવનાથ, હુડકો, વિનોદ આવાસ, ધારેશ્વર, હસનવાડી, મણીનગર, પુજા પાર્ક, વિક્રાંત સોસા., વોર્ડ નં. ૧૮ના શ્રી ગણેશ, વોર્ડ નં. ૮ના લક્ષ્મી પાર્ક, ગોલ્‍ડન પાર્ક, વર્ષા સોસા., ઋષિકેશ, એકસોટીકા, જ્‍યોતિનગર તથા વોર્ડ નં. ૧૦માં ગોપાલ ચોક, સોમનાથ, મોમ્‍બાસા એવન્‍યુનો સમાવેશ થાય છે.  જ્‍યારે વોર્ડ નં. ૩ના શ્રોફ રોડ, ગોલ્‍ડન નેસ્‍ટ, અમૃત - ૧ વર્ષની બાળકી, ચંદ્રનગર, દુધસાગર રોડ, વોર્ડ નં. ૨માં પંચનાથ પ્‍લોટ, વિજય પ્‍લોટ, વોર્ડ નં. ૭માં રામનાથપરા, આશાપુરા મેઇન રોડ, વોર્ડ નં. ૧માં પત્રકાર સોસા., શાંતિ નિકેતન, રૈયા રોડ, એરપોર્ટ નજીક વોર્ડ નં. ૮માં યોગી નિકેતન, વૈશાલીનગર, સદ્‌ગુરૂ ટાવર્સ, કાલાવડ રોડ તથા રૈયા રોડ વિસ્‍તારમાં કોરોના કેસ નોંધાયા છે.

આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૪૪૪ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૭૦૬ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૩૬ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૪૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૨૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૨,૯૭૭ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૪૪૪ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૫ ટકાએ પહોંચ્‍યો છે. (૨૧.૩૮)

ક્‍યા વોર્ડમાં કેટલા કેસ

વોર્ડ નં. કેસ

૧      ૫

૨      ૨

૩      ૫

૬      ૧

૭      ૩

૮     ૧૨

૧૦    ૪

૧૭   ૧૧

૧૮    ૧

(3:32 pm IST)