Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોરોનાં નિયંત્રણ કામગીરી કરતાં કર્મચારીઓને સલામતી-સુરક્ષા આપોઃ પછાત વર્ગ મંડળ

મનપાનાં ખર્ચે સારવારની સુવિધા આપવા સહિતની મ્યુ.કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૩૦ :.. કોરોનાં મહામારી નિયંત્રણથી કામગીરી કરનારા મ.ન.પા.નાં કર્મચારીઓને સલામતી-સુરક્ષ પુરી પાડવા સહિતનાં પ્રશ્નો અંગે પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળે મ્યુ. કમિશનરને આવેદનપત્ર રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં ભારતભરમાં કોરોના વાયરસનો મહામારીનો રોગ ફેલાયેલ છે. તે અંતર્ગત ગુજરાત રાજય સરકારે કોવીડ-૧૯ કોરોના  વાયરસ સંક્રમણ અટકાવવાની સઘન કામગીરી રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા પણ કોરોના સંક્રમણ અટકાવવાની સઘન કામગીરી કરી રહી છે.

રા. મ. ન. પા.ના કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા સરકારશ્રીના આદેશોનું પાલન રાજકોટના શહેરીજનો કરે એ માટે લોકડાઉનના સમયથી તા. ર૧-૩-ર૦ થી આજ દીન સુધી ગરમી બફારામાં પણ ખડે પગે રહીને વાયરસના નિયંત્રણની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહેલ છે.

ત્યારે રજૂઆત છે કે, હાલ રાજકોટ શહેરમાં કોરોના વાયરસે ખુબ જ ગંભીરરૂપ  ધારણ કરેલ છે. જે અંતર્ગત આપ સાહેબે રા. મ.ન.પા.ના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરાંત હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી માસ્ક ન પહેરનારનો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી વિગેરે જેવી કોરોના વાયરસ નિયંત્રણની કામગીરી સોંપેલ છે. આ કામગીરી માટે કર્મચારીઓ રા. મ. ન. પા.ના તંત્રની સાથે જ છે અને વધુ સઘન કામગીરી કરવા તૈયાર છે.

સરકારશ્રી દ્વારા હાલ અનલોકમાં પણ કોરોના નિયંત્રણની કામગીરી હાલ ચાલુ છે. જે અંગે જે કર્મચારી શારીરિક ખોડ ખાપણવાળા છે. તેને આ કામગીરીમાંથી મુકિત આપવી. જે કર્મચારી બિમાર (અશકત) છે. તેઓને પણ મુકિત આપવી. જે કર્મચારી પ૦ વર્ષથી વધુ ઉંમરના હોય તેઓને આઉટડોરની કામગીરીમાંથી મુકિત આપવી. જાહેરનામા અંગર્તત શહેરીજનો ફરજીયાત માસ્ક પહેરે અથવા મો અને નાકની ઉપર રૂમાલ અન્ય છુટક કાપડ બાંધે તેની અમલાવરી કરાવવા માટે જે કર્મચારીઓને પોતાની મુળ કામગીરી ઉપરાંત વધારાની પહોંચ બુક સાથે વહીવટી વસુલ કરવાની વોર્ડવાઇઝ કામગીરી સોંપેલ છે. જેમાં આ કર્મચારીઓને સામાજીક તથા શારીરિક સુરક્ષા (સુરક્ષ કવચ) પુરી પાડવામાં આવે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા યોગ્ય કરશો. આ વૈશ્વિક મહામારીના નિયંત્રણની કામગીરી કરતા રા.મ.ન.પા.નાં કર્મચારીઓનું મેડીકલ ચેક-અપ કરીને જે કર્મચારીને કોરોના પોઝીટીવ રીપોર્ટ  આવે તેવા કર્મચારીઓને સરકારી - પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવે અને તેનો ખર્ચ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ઉઠાવવામાં આવે તેવી માંગણી છે. તેમજ કોરોના મહામારી નિયંત્રણની કામગીરી કરતા કર્મચારીઓનું અને તેના પરીવારનું વિમા કવચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરૂ પાડવામાં આવે તેવી માંગણી છે.

(3:59 pm IST)