Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રા.લો.સંઘની આખરી મતદાર યાદી પ્રસિધ્ધઃ મંગળવારથી ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા., ૩૦: જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ સહકારી ક્ષેત્રની ચુંટણીઓ હાલ યોજાઇ રહેલ છે જે અંતર્ગત શ્રી રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચુંટણીની કાર્યવાહી માટે રાજકોટ શહેર પ્રાંત અધિકારી-ર, શ્રી ચરણસિંહ ગોહીલને અધિકૃત કરાયા છે.

ગત તા.ર૧ના રોજ આ ચુંટણી માટેની પ્રાથમીક મતદાર યાદી જાહેર કરી તા.ર૭ સુધી તેની સામે વાંધા રજુ કરવા સમય અપાયો હતો. જે અંતર્ગત મળેલ વાંધા-દાવાની સુનાવણી તા.ર૮ના રોજ રાખવામા઼ આવેલ. જેમાં તમામ દાવા-વાંધાઓનો નિયમાનુસાર નિકાલ કરી તા.ર૯ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવાઇ છે. આખરી મતદાર યાદીમાં જાહેર કરાયા મુજબના મતદારો જ મતદાન કરી શકશે. આગવળની ચુંટી કરવા માટે મામલતદાર રાજકોટ તાલુકાને ચુંટણી અધિકારી તથા નાયબ મામલતદાર મહેસુલને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે નિયુકત કર્યા છે. ૪ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે તથા ૧૪ તારીખ સુધીમાં હરીફ યાદી પ્રસિધ્ધ થશે. ૨૪ ઓગષ્ટે મતદાન થશે તથા ૨૫ મીએ પરીણામ જાહેર કરવામાં આવશે.

(3:57 pm IST)