Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના, જબ કૃષ્ણમય હોગા પૂરા ભારત અપના

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવનું સૂત્ર જાહેર

રાજકોટ તા. ૩૦ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી અવિરતપણે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવે છે. પરંતુ આ વખતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકોને તનથીનહી તો મનથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીમાં જોડવાના પ્રયાસ છે. સમગ્ર જન્માષ્ટમીની ઉજવણી વખતે કરવામાં આવતા પ્રચાર પ્રસાર સાહિત્યમાં દર વર્ષે નવી થીમ તથા સૂત્ર વાપરવામાં આવે છે.

ગત વર્ષથી આ સુત્ર કમીટી દ્વારા આપવાના બદલે જાહેર જનતા પાસેથી એક સ્પર્ધાના માધ્યમથી સુત્રો મંગાવવામાં આવે છે અને જનતા પાસેથી આવેલા સૂત્રો પૈકી સર્વશ્રેષ્ઠ સુત્રને બધાજ સાહિત્યોમાં વાપરવામાં આવે છે. ગયા વર્ષની રાહે આ વખતે આમ જનતા પાસેથી સુત્રો મંગાવવામાં આવ્યા હતા જેમાં અસંખ્ય લોકોએે ભાગ લઇને બહુ મોટી સંખ્યામાં સુત્રો મોકલાવ્યા હતા નિષ્ણાંતોની એક કમીટી દ્વારા દરેક માપદંડોને ધ્યાનમાં રાખીને વિજેતા જાહેર કરવામાં આવેલ સર્વશ્રેષ્ઠ સુત્રોને તથા આ વર્ષની થીમની જાહેરાત આજ રોજ કરવામાં આવી છે.

આ વખતે અવિરત ૩પમાં વર્ષે જન્માષ્ટમીની થીમ તથા સુત્રની ઘોષણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-ર૦ર૦ ના અધ્યક્ષ ધર્મેશભાઇ પટેલે કરી છે.

જેમાં આ વર્ષે ''સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષીત ભારત કા સપના અબ કૃષ્ણમય હોગા પુરા ભારત અપના''ના સુત્રની જાહેરાત કરવામાં આવી હતી. તથા આ વર્ષની થીમ જાહેર કરવામાં આવેલ હતી જેમાં ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો થીમ સ્વરૂપે જાહેર કરવામાં આવેલ હતો તેમજ આ થીમ અને સુત્ર  જન્માષ્ટમીના અનુરૂપ કાર્યક્રમોમાં પ્રદર્શીત કરવામાં આવશે.સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને ટુંક સયમ વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં લઇને પુરષ્કાર તેમના ઘરે પહોંચાડશે તમમ ક્રમના વિજેતાઓ તેમજ પ્રોત્સાહન  વિજેતાઓના નામ મીડીયાના માધ્યમથી જાણ કરવામાં આવશે.

(3:06 pm IST)