Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજકોટ યાર્ડ હવે ૧૦ થી ૧પ ઓગસ્ટ સુધી બંધ રહેશેઃ ચેરમેન ડી.કે.સખીયા

કોરોના સંદર્ભે અગાઉ ૧ થી ૧પ બંધ રાખવાનુ નકકી કરાયું'તુ પણ તહેવારો પૂર્વે ખેડુતો માલ વેચી શકે અને મજુરોને રોજગારી મળી રહે તે માટે ફેરફાર કરાયો

રાજકોટ તા. ૩૦ : કોરોનોનું સંક્રમણ ફેલાય ન તે માટે રાજકોટ (બેડી) માર્કેટયાર્ડ ૧ થી ૧પ ઓગષ્ટ સુધી બંધ રાખવાનું અગાઉ નકકી કરાયા બાદ ખેડુતો અને મજુરોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર કરી હવે ૧૦ થી ૧પ ઓગષ્ટ સુધી બંધ રાખવાનું જાહેર કરાયું છે.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, બેડીયાર્ડ કોરોનાનો કેસ નોંધાયો હોય તકેદારીના પગલારૂપે અગાઉ ૧ થી ૧પ ઓગષ્ટ સુધી રાજકોટ યાર્ડ (બેડી) બંધ રાખવાનું નકકી કરાયું હતું. પરંતુ સાતમ-આઠમના તહેવારો તહેવારો આવતા હોય તહેવારો પૂર્વેે ખેડુતો તેનો માલ વેચી શકે તેમજ તહેવારો પૂર્વે મજુરોને પણ રોજગારી મળી રહે તે હેતુથી આ નિર્ણયમાં ફેરફાર કરી હવે રાજકોટ યાર્ડ (બેડી) તા.૧૦ થી ૧પ ઓગષ્ટ સુધી બંધ રહેશે.

અત્રે એ નોંધનીય છે કે અગાઉ રાજકોટ યાર્ડમાં લાંબી હડતાલ અને ત્યારબાદ લોકડાઉન આવતા ખેડુતો તેનો માલ વેચી શકયા ન હતા.

(2:59 pm IST)