Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પગથીયા ચડતી વખતે વોર્ડન પાર્થ રાઠોડનું પડી જતાં મોત

ભારતીનગરનો ભીલ યુવાન પોલીસ રિપોર્ટ કઢાવવા આવ્યો ત્યારે બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પગથીયા ચડતી વખતે ચક્કર આવતાં પડી જતાં ગાંધીગ્રામ ભારતીનગર-૧ ઉદય હોલની પાછળ રહેતાં અને ટ્રાફિક શાખામાં બ્રિગેડ તરીકે ફરજ બજાવતાં ભીલ યુવાન પાર્થ કમલેશભાઇ રાઠોડ (ઉ.વ.૧૯)નું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પાર્થ સાંજે આઠેક વાગ્યે પોતાનો પોલીસ રિપોર્ટ કઢાવવા માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આવ્યો હતો. પગથીયા ચડી રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતાં પડી ગયો હતો અને નાકમાંથી લોહી વહેવા માંડ્યા હતાં. તેમજ બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલના ગોૈતમભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ અને સંદિપભાઇએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પાર્થ બે ભાઇમાં નાનો હતો. તે ટ્રાફિક બ્રિગેડમં ટોઇંગ સર્વિસમાં નોકરી કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(11:27 am IST)