Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

લેબરલોઝ પ્રેકટીશનર્સ એસો. દ્વારા બાળકો માટે લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો

રાજકોટ,તા૩૦: રાજકોટ ખાતે લેબર પ્રેકટીશ્નર્સ એસોસીએશન દ્વારા તા.૨૭.૭.૨૦૧૯ના શનીવારે 'બાળકો'માટે લીગલ અવેરનેસ કેમ્પનું 'સરસ્વતી વિદ્યા મંદિર', નવથોરાળા ખાતે આયોજન કરવામાં આવેલુ હતુ, જેમાં મુખ્યત્વે બાળમજુરી નાબુદી, ટ્રાફિક રૂલ્સ તથા રાઇટ ટુ એજયુકેશનના મહત્વના વિષયો સરળ રીતે માહીતગાર કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઇ, ચાઇલ્ડ લેબર કમીશ્નરશ્રી સુરભીબેન ભપલ, સરકમારી શ્રમ અધીકારી શ્રી કલ્પેશ પંડયા, સમાજ સુરક્ષા અધીકારી શ્રી પીપળીયા હાજર રહેલ. જેમાં શ્રી દિલીપભાઇ ઠાકર (પ્રધાનમંત્રી, મજુર મહાજન સંઘ તેમનુ પ્રસંગોચીત ઉદબોધન કરેલ, તેમજ સરસ્વતી વિદ્યા મંદિરના પ્રીન્સીપાલ ઇન્દીરાબેન દ્વારા પણ આ કેમ્પ અંગેની માહીતી આપવામાં આવેલ અન ે' બાળકો' ને કેન્દ્રમાં રાખીને થવા આવા કાર્યક્રમની ભરપુર પ્રસંશા કરેલ.

બાળમજુરી અટકાવવી અને બંધ કરવા માટે સરકારશ્રી પણ કડક પગલાં લઇ રહી છે, ત્યારે બાળમજુરી અંગે નવા સુધારા  તથા જોગવાઇઓ ઉપર ચાઇલ્ડ લેબરના કમીશ્નરશ્રી સુરભીબેન ભપલે સુંદર રજુઆત કરી બાળકોને બાળમજુરી અંગે સમજણ આપેલ. સમાજ સુરક્ષા અધીકારી શ્રીપીપળીયાએ બાળકોને લગતી ઘણી સ્કીમો હાલમાં અમલમાં છેપ તેની તલસ્પર્શી માહિતી બાળકોો સરળ રીતે આપેલ. એસોસીએશનના પ્રેસીડન્ટ ભૂષણભાઇ વછરાજાની એ 'બાળકો' ને ટ્રાફિકના કયા નિયમો લાગુ પડે તેની ઉપર રસપ્રદ માહિતી આપેલ હતી, તેમજ શ્રી ગાર્ગીબેન ઠાકર જોષીએ 'રાઇટ ટુ એજયુકેશન' ઉપર તૈયાર કરેલ ડોકયુમેન્ટરી ફીલ્મ સાથે બાળકોને સરળ ભાષામાં સમજણ આપેલ હતી.

આ કાયક્રમમાં ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ  બારૈયાએ સ્વાગત પ્રવચન કરેલ તેમજ આખા કાર્યક્રમનું સંચાલન શ્રી જયેશ યાદવે કરેલ તેમજ આભારવિધી મંત્રી શ્રી શૈલેષભાઇ વ્યાસે કરેલ. તેમજ આ કાર્યક્રમમાં સીનીયર એડવોકેટ શ્રી ગીરીશભાઇ ભટ્ટ, શ્રી વિજયભાઇ ટીંબડીયા વિગેરે હાજર રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મુકેશભાઇ તન્ના, કારોબારી સભ્યો શ્રી નિપુણ  વસાવડા, નીખીલ ભટ્ટી, નરેશ ગજેરા ,હસમુઅ તરપડા તેમજ સુનીલ વાઢેર જહેમત ઉઠાવેલ. તેમજ સીનીયર એડવોકેટ શ્રી યોગેશભાઇ રાજયગુરૂ, દિપેશભાઇ છાયા, ઘનશ્યામ ઠાકર, વી.ડી. મહેતા વિગેરેએ માર્ગદર્શન આપેલ.

(4:15 pm IST)