Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

૩૧ વાહન ચોરીના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા.૩૦. : ૧૨,૫૦,૦૦૦/-ની કીંમતના ૩૧ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ૪ આરોપીઓની સેસન્સ કોટે ર્ રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી.

એલ.સી.બી. અમરેલી પોલીસને મળેલ બાતમીના અનુસંધાને રેડ કરતા ૩૧ જેટલા ચોરીનાએકટીવા મોટર સાઈકલ સાથે આરોપી કીશન નટુભાઈ હરીપરા રે. ગઢડા જિ, બોટાદ, પાર્થ ઉર્ફી લક્ષમણ ભાઈ જાંબુકીયા રે, બોટાદ. તબરેજ કાદરભાઈ કારીયાણી રે. બોટાદ તથા અતુલ શામજીભાઈ જમોડ ૨, બોટાદ તમામ આરોપીઓ ગઢડા ગામેથી ચોરીના ૩૧ મોટર સાઈકલો કબજે કરવામાં આવેલ છે અને જે મોટર સાઈકલો અંગે આરોપીઓ સંતોષકાર ક ખુલાસાઓ કરેલ નહી આમ, કુલા ૧ ૨,૫૦,૦૦૦/- ની કીમતના મોટર સાઈકલ મુદામાલ સાથે આરોપીઓને લાઠી પોલીસ દ્વારા ધોરણસર અટક કરવામાં આવેલ. ત્યારબાદ તે ૩૧ મોટર સાઈકલ પૈકી મોટા ભાગના ચોરીના વાહનો ૨ોજકોટ શહેરમાંથી ચોરાયેલ હોય અને તે વાહન ચોરી બાબતે અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એફ આઈઆર દાખલ થયેલ હોય પ્રધુમન પોલીસ દ્રારા માને આરોપીઓનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો લઈ ચાર્જશીટ કરવામાં આવેલ હતુ.

સરકાર પક્ષે સરકારી વકીલ એ.એસ. ગોગિયા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે આ કામના આરોપીઓ એક કરતા વધારે ગુન્હામાં સંડોવાયેલ છે અને આ આરોપીના ગુનાની ગંભીરતાધ્યાને અગાઉ જામીન અરજી નામંજુર થયેલ છે અને અગાઉ ચાર્જશીટ થવા માત્રથી ગુન્હાની ગંભીરતા ઘટી જતી ન હોય હાલની અરજી નામંજુર થવી જોઈએ,

બંને પક્ષકારો તરફે ધ્યાને લીધા બાદ  અડીશનલ સેસન્સ જજ રાજકોટ દ્વારા એવા તારણ ઉપર આવેલ કે  આરોપીઓ સામે પુરતો પુરાવો મળી આવતા ચાર્જશીટ થવા પામેલ છે જયારે ગુન્હાની ગંભીરતા કોઈ દ્યટાડો થતો નથી અને સંજોગોમાં કોઈ બદલાવ થયેલ નથી. આ તબકકે એ નોંધવું આવશ્યક છે કે પોલીસ આરોપીઓ વિરૂધ્ધ બાતમી મળેલ અને તેના અનુસંધાને રેડ કરતા તમામ આરોપીઓ બનાવ સ્થળે મળી આવેલ અને બનાવ સ્થળથી ૩૧ મોટરસાઇકલો કબજે કરવામાં આવેલ છે. અને જે મોટર સાઈકલો અંગે આરોપીઓ અંગે સંતોષકારક  ખુલાસાઓ કરેલ નહી આમ કુલ ૧૨,૫૦,૦૦૦/- ની કીંમતના મોટર સાઈકલ મુદામાલ સાથે આરોપીઓ પકડાઈ જવા પામેલ છે, તે તમામ હકીકતો અને ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતા અરજદાર આરોપીના જામીન અર જી નામંજુર કરતો હુકમ કરેલ છે. આ કામે સ૨કા૨ પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયા એ રજુઆત કરેલ હતી.

(3:47 pm IST)