Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કાર્પેટ વેરાની માપણીમાં ગોલમાલ કરનાર એજન્સી પાસેથી નાણા પાછા લ્યો

કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૩૦ : કાર્પેટ એરિયા મુજબ વેરા આકારણીની માપણીમાં ગોલમાલ બહાર આવતા રિ-સર્વે કરાવવાની ફરજ પડી છે ત્યારે આ વેરા આકારણીની માપણી કરનાર એજન્સી સામે પગલા લઇ આ એજન્સીને કોર્પોરેશને ચૂકવેલા નાણા પરત લેવા અંગે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ  ડાંગરે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે, કાર્પેટ વેરાનું કામ કરતી એજન્સી મકાનોની માપણીમાં ગોલમાલ કરતી હોવાની ફરીયાદ ર૦૧૭માં કરાયેલ છતાં કોઇ પગલા નથી લેવાયા અને હવે આ ગેરરીતિ બહાર આવી છે ત્યારે તંત્રની બેદરકારી છતી થઇ છે. પ્રજાની તિજોરીમાંથી ઉકત એજન્સીને ચૂકવાયેલા નાણા પરત લઇ અને આ એજન્સીને બ્લેકલીસ્ટ કરવા માંગ છે.

(3:48 pm IST)