Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સામાકાંઠા-જુના રાજકોટના વિસ્તાર માંથી ૬ હજાર 'ચા'ના પ્લાસ્ટીકના કપ જપ્તઃ ૪ હજારનો દંડ

રાજકોટ : મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચાના પ્લાસ્ટીકના કપ તથા પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છેે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ પુર્વ અને સેન્ટ્રલ ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુવાડવા રોડ, બોલબાલા ૮૦ ફુટ રોડ, થોરાળા મે. રોડ, પ૦ ફુટ રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં આવેલ ચાના કપ તથા પાણીના પાઉચ જપ્ત કરવાન ઝુંબેશ કરવામાં આવેલ છે. જેમાં માર્ગો પર પાણીના પાઉચ મળેલ નથી અને ૬ હજાર ચાના કપ જપ્ત કરી ૪ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી કમિશ્નર બંછાનિધી પાનીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી.બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇંજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇંજનેર જીજ્ઞેશ વાઘેલા, મદદનીશ પર્યાવરણ ઇંજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ.આઇ. ડી.કે. સીંધવ, પ્રફુલ ત્રિવેદી, એમ.એ. વસાવા, ડી.એચ. ચાવડા તથા વોર્ડના એસ.એસ.આઇ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, એચ.એન. ગોહિલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક તથા ભુપત સોલંકી દ્વારા કરવામાં આવેલ હતી. (૧.૧૪)

(3:44 pm IST)