Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ચેમ્બરની પ્રથમ વખત zoom દ્વારા ઓનલાઇન કારોબારી મિટીંગ યોજવામાં આવી

રાજકોટ તા. ૩૦ : લોકડાઉન દરમ્યાન સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ફેબ્રુઆરી માસ બાદ માર્ચ તથા એપ્રિલ માસની સૌપ્રથમ વખત કારોબારી મિટીંગ તા.૩૦/પ/ર૦ર૦ના રોજ zoom દ્વારા  ઓનલાઇન યોજવામાં આવેલ.

રાજકોટ ચેમ્બરની મળેલ ઓનલાઇન કારોબારી મિટીંગમાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તથા કોરોના મહામારી દરમ્યાન રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ વેપાર-ઉદ્યોગના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સતત બે માસથી કરાયેલ રજુઆતો-કામગીરીની સૌએ સહર્ષ નોંધ લીધેલ. આ કારોબારી મિટીંગમાં તમામ કારોબારી સભ્યોએ હાજરી આપેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:29 pm IST)