Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

નરેન્દ્રભાઈની દિર્ઘદ્રષ્ટિથી તમામ ક્ષેત્રે વિકાસમાં ભારતની હરણફાળ : રાજુ ધ્રુવ

બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ અને કેન્દ્રમાં યશસ્વી છ વર્ષ પૂર્ણ થયાના અવસરે અભિનંદન

રાજકોટ તા. ૩૦ : દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે અને બીજા વર્ષમાં પ્રવેશ થયો છે. સાથે જ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમા છ વર્ષ પૂર્ણ કરી લીધાના અવસરે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવતા જણાવ્યુ કે, અથાક પરિશ્રમ સાથે અપાર સફળતાના શિખર સર કરી પારદર્શી પ્રામાણિક પ્રજાલક્ષી શાસન દ્વારા ભારતને વિશ્વમાં ગૌરવ અપાવી મોદી સરકાર ૨- એ કેન્દ્રમા ં ૧ વર્ષ એમ કુલ મળી કેન્દ્રમાં ૬ વર્ષ પૂર્ણ કરી લીધા છે.

પરાક્રમી પ્રધાનમંત્રીના  મજબૂત નેતૃત્વમા ં દેશને સુશાસનનો લાભ મળતો રહેશે. ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમા ં નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારનો ફાળો બહુમૂલ્ય છે.

આજથી એક વર્ષ અગાઉ નરેન્દ્રભાઈ મોદીની સરકારે જંગી બહુમતી સાથે કેન્દ્રમાં ફરી એક વખત આવીને એ કાર્ય કરી બતાવ્યું જે ૭૦ વર્ષમા ં કોઈ સરકાર કરી શકી ન હતી. ગુજરાતની જીવાદોરી સમો નર્મદા બંધનું કામ પૂર્ણ કરવું, કલમ ૩૭૦, ૩૫-એ, રામ મંદિર, સીએએ, ટ્રિપલ તલાક અને ૨૦ લાખ કરોડ રૂપિયાનાં આર્થિક સહાય પેકેજ જેવા ઐતિહાસિક નિર્ણયો લઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રસંશનીય કામગીરી કરીને પ્રજાનાં સપનાઓને પૂર્ણ કર્યા છે.

કોરોના વાયરસની મહામારી, પાકિસ્તાન, ચીન, નેપાળ જેવા પાડોશી દેશોની અવળચંડાઈ, પૂર્વ ભારતમાં વાવાઝોડું અને પશ્યિમ ભારતમા ં તીડના ં આક્રમણ જેવી આફતો વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારે મજબૂતાઈ અને મક્કમતાથી મધ્યમ માર્ગ કાઢવામા ં સફળતા મેળવી છે.

નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિ અને દ્રઢ ઈચ્છા શકિતને લીધે ભારતના તમામ ક્ષેત્રોએ વિકાસની હરણફાળ ભરી છે. ભારતીય અર્થતંત્ર સમગ્ર વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. આજે મોદી સરકારની કામગીરીની વિશ્વભરમાં પ્રસંશા થઈ રહી છે. તેમ રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.

(1:04 pm IST)