Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

મોરબી રોડ રાજનગરમાં અનિલ રાઉતને પડોશીઓએ માર માર્યો

પત્નિ સાથે ઝઘડો કર્યો હોઇ સમજાવવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર રાજનગર શેરી નં. ૩માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અનિલ સુરેશભાઇ રાઉત (ઉ.૩૦) પર પડોશી રજપૂત પરિવારે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

અનિલના કહેવા મુજબ હુમલો કરનારના નામ આવડતાં નથી તે રજપૂત પરિવારના છે. ગઇકાલે પોતાના પત્નિ સાથે પડોશી મહિલાએ માથાકુટ કરી હતી અને બાદમાં પોતાના માતા સાથે પણ ઝઘડો કર્યો હતો. પોતાને જાણ થતાં નોકરીએથી ઘરે આવી પડોશીને સમજાવવા જતાં પોતાને પણ માર મારવામાં આવ્યો હતો.

(1:03 pm IST)