Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

અનુપમ મિશન દ્વારા યોજાઇ યોગી યુવા ગ્રીષ્મ શિબિર

રાજકોટ : અનુપમ મિશન દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગી દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસ અર્થે ગ્રીષ્મ શીબીરનું આયોજન કરાયુ હતુ. નુતન શૈક્ષણિક સંકુલ પ્રજ્ઞાનતીર્થ સર્વાંગી શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલ આ શીબીરનું ઉદ્દઘાટન સંતભગવંત સાહેબજી, સદ્દગુરૂ સંતો પૂ. અશ્વિનદાદા, પૂ. શાંતિદાદા, પૂ. રતિકાકા, પૂ. પૂનમદાદા, પૂ. હર્ષદદાદા, પૂ. દીલીપભાઇ, પૂ. ગોપાલબાપાના હસ્તે દીપપ્રગટાવી કરાયુ હતુ. સંતભગવંત સાહેબજી બ્રહ્મજયોતિ મોગરીમાં નુતન મંદિર નિર્માણ કરાવે છે. ત્યારે મંદિર નિર્માણને ધ્યાને રાખી શીબીરના સર્વે કાર્યક્રમો થયા હતા. આધ્યાત્મિક, સામાજીક, શારીરિક અને માનસિક સર્વાંગી વિકાસ થાય એવા કાર્યક્રમો થયેલ. એનીમેટેડ વિડીયો સ્ટોરી, ચર્ચા સભા, પૂજા-પ્રાર્થના ગીત, આરતી-થાળ આદી પ્રવૃત્તિઓ કરાવાઇ હતી. શીબીરાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 'પ્રાસાદિક મંદિર મહાત્મ્ય' પ્રદર્શન સૌએ નિહાળ્યુ હતુ. શ્રમયજ્ઞ, કીર્તન, પ્રાર્થના, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો શીબીર દરમિયાન થયેલ. દરરોજ યોજાતી મુખ્ય શિબિર સભામાં વિવિધ મંડળના યુવાનો યુવતીઓ દ્વારા ભકિતગાથા રજુ થયેલ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ સેવા મહાત્મ્ય વર્કશોપ રાખવામાં આવ્યો હતો. શીબીરની પૂર્ણાહુતી સભામાં શીબીરાર્થીઓ દ્વારા અંતરના ભાવ પ્રગટ કરાયા હતા. શીબીરમાં લેવાતી દૈનિક સત્સંગ કસોટીના વિજેતાઓને તેમજ મંદિર નિર્માણની ગાથા રજુ કરનારને વિશેષ ભેટ આપી સન્માનીત કરાયા હતા. શીબીરાર્થીઓએ નુતન મંદિર નિર્માણમાં પોતાની બચતરૂપ સેવા સંતભગવંત સાહેબજીને અર્પણ કરી અદ્દભુત ભકિત અદા કરી હતી. શીબીરના સમાપન પ્રસંગે સૌ શીબીરાર્થીઓને સ્મૃતિભેટ અર્પણ કરાઇ હતી. સાત દિવસ સંતભગવંત સાહેબજી અને સદ્દગુરૂ સંતોએ પ્રેમ વર્ષાથી સૌને ભીંજવી અધ્યાત્મનું સુખ આપ્યુ હતુ. સમગ્ર શિબિર સંચાલન પૂ. પરેશભાઇ, પૂ. યજ્ઞેશભાઇ, પૂ. કેયુરભાઇ, પૂ. પીનાકીનભાઇ, પૂ. શ્રેયસભાઇ, પૂ. અનીલભાઇ તેમજ સીમાબેન, ઉર્જાબેને સંભાળ્યુ હતુ.

(4:05 pm IST)