Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ટાઈમ્સ ગેહના ઝવેરાતનું ઝગમગતું પ્રદર્શન

બ્રાઈડલ વેડીંગ માટે ગોલ્ડ, ડાયમંડ, કુંદન જવેલરી, સાડી સહિતની આઈટમોનું પ્રદર્શનઃ તા.૧ થી ૩ જુન સુધી આયોજનઃ વાહનની વ્યવસ્થા

રાજકોટ,તા.૩૦: ચારેબાજુ લગ્નની મોસમ ચાલી રહી છે તો સાથે નવવધુના પોષાક, કપડાં વગેરે સાજ- શણગાર પર પૂર્ણ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. રાજકોટમાં તા.૧ જુનથી ૩ જુન સુધી ટાઈમ્સ ગહેના નવવધુ માટેનું પ્રદર્શન શરૂ થાય છે.

આ પ્રદર્શન રેજન્સી લગુન રીસોર્ટ (ન્યારી ડેમ રોડ) ખાતે તા.૧ થી ૩ જુન (ત્રણ દિવસ) સુધી ચાલશે. સ્ત્રીઓ માટેના એકબીજા સાથે મેળ ખાતા વસ્ત્રોના સેટ હોય  કે પછી ઝવેરાત, આ પ્રદર્શન બધું જ પ્રદાન કરશે. ડિઝાઈનર કપડાં, ચળકાટ ધરાવતા ઝવેરાત, પગરખા સુધીનું પોષક, પરંપરાગત ભપકા અને ડિઝાઈનની સાથે સમગ્ર દેશમાંથી આધુનિક શૈલી અને ભાતને ગેહના એકઝીબીશન પ્રતિબિંબિંત કરે છે.

આ પ્રસંગે લગ્ન માટેની ફેશનના દરેક પાસાઓ ઝવેરાતના ચડિયાતા ભંડાર, ભેટ સોગાદો, ઝવેરાત, વાળ અને સૌદર્યવર્ધક ઉત્પાદનો તેમજ આ પ્રદર્શનમાં તમને વિવિધ ડ્રો, લકી ટિપ્સ અને વિશિષ્ટ ભેટ સોગાદો માટે સહભાગી થવા આમંત્રણ અપાયું છે.

ટાઈમ્સ ગહેનાના એકઝીબીટર એમજેઆર જવેલ્સ- રાજકોટ, એશ્વર્યા ડિઝાઈનર સ્ટુડીયો- અમદાવાદ/ મુંબઈ, સોહમ ક્રિએશન- મુંબઈ, પંચરત્ન જવેલર્સ- અમદાવાદ, ગોલ્ડન જવેલ્સ (આનંદ શાહ)- સુરત, રસીકલાલ સાકંલચંદ જવેલર્સ- મુંબઈ, ઝીંઝુવાડીયા જવેલર્સ- અમદાવાદ, ડી-માર્ટ (સિલ્વર યુટેન્સીલ્સ)- દિલ્હીનો સહયોગ મળેલ છે.

તસ્વીરમાં ધર્મેશભાઈ ખેરગાઉકર (ટાઈમ્સ ગહેનાના મેનેજીંગ ડિરેકટર) અને રીશીત મહેતા (વિકાસ પબ્લીસીટી)નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:37 pm IST)