Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

આવતા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

લાયસન્સ કલબ રાજકોટ આવકાર-સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા : દવા વિનામુલ્યે, લેબોરેટરી રાહત દરે કરી અપાશેઃ ૧૮ થી ૨૦ તબીબોની ટીમ સેવા આપશેઃ હેલ્થકાર્ડ યોજનાનો લાભ લેવા અનુરોધ

રાજકોટઃ  તા.૩૦, વિશ્વના ૨૦૦ થી વધુ દેશોમાં કાર્યરત વિશ્વની મોટી એન. જી.ઓ. લાયન્સ કલ્બઝ ઇન્ટરનેશનલની પાંખ લાયન્સ કલબ રાજકોટ આવકારના આર્થિક સહયોગથી અને શ્રી સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ અને હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨-૬ ના રોજ રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

 લાયન્સ રાજકોટ આવકારના પ્રેસીડન્ટ લા. શૈલેષભાઇ શાહ અને ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદીની સંયુકત યાદીમાં જણાવ્યા અનુસાર શિવાનંદ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પીટલ (૨૫ જયંત કે. જી. સોસાયટી, આનંદ બંગલા ચોક, મવડી રોડ, રાજકોટ) ખાતે આગામી તા. ૨- ૯ ને રવિવારે સવારે ૯ થી ૧ વિના મુલ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  તબીબો વિના મુલ્યે તપાસ કરશે તથા જરૂરીયાત મુજબની દવા પણ વિના મુલ્યે તેમજ લેબોરેટરી -એકસ-રે, સીટી સ્કેન વિગેરે રાહત દરે કરી આપવામાં આવશે.

 આ કેમ્પમાં ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી તથા ડો. પુનિત ત્રિવેદી, યુરોસર્જન ડો. સુશીલ કારીયા, પ્લાસ્ટીક સર્જન ડો. ભૌમીક ભાયાણી, કાર્ડીયોલોજીસ્ટ ડો. જગદીશ ધકાણ, ફીઝીશ્યન ડો. રાજીવ મીશ્રા, ન્યુરો ફીઝીશ્યન ડો. સુધીર શાહ, ઓર્થોપેડીક સર્જન ડો. નિતીન રાડીયા, કાન -નાક-ગળાના નિષ્ણાંત ડો. ઉમંગ શુકલ તથા ડો. ચંદ્રકાન્ત ચોકસી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પ્રતિક્ષા દેસાઇ-ડો. હિના પોપટ -શ્વેતા ત્રિવેદી, જનરલ સર્જન ડો. સુનિલ પોપટ તથા ડો. બંકીમ થાનકી, આંતરડાના રોગના નિષ્ણાંત ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. ગજેન્દ્ર ઓડેદરા, ચાઇલ્ડ સ્પેશીયાલીસ્ટ ડો. ધર્મેશ ઓઝા-ડો. મહેશ મહેતા, સ્કીન સ્પેશીયાલીસટ ડો. કેનીથ પટેલ, ઓર્થોડોન્ટીકસ ડો. અનિશ કારીયા, મુંબઇથી પેઇન મેનેજમેન્ટના નિષ્ણાંત ડો. અતુલ શાહ  સેવા આપશે.

 વિના મુલ્ય સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે  સવારે ૯ થી સાંજના ૭ સુધી માં ૦ ૨ ૮૧ - ૨ ૩ ૬ ૫ ૦ ૦ પ  અથવા મો. ૯૭૧૪૫૦૧૫૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે, કેમ્પમાં દર્દીએ પોતાના જુના રીપોર્ટ - ફાઇલ સાથે રાખવા જરૂરી છે. 

લાયન્સ કલ્બઝ   તથા ટ્રસ્ટ દ્વારા  રૂ.૨૦૦માં સ્પેશીયલ હેલ્થ કાર્ડ દદીને આપવામાં આવશે. જેના થકી સમગ્ર વર્ષ દરમ્યાન દર્દીઓ હોસ્પીટલમાં  ડોકટર્સની સેવા વિના મુલ્ય લઇ શકશે.

  કેમ્પના આયોજન માટે લાયન્સ કલબ આવકારના પ્રમુખ   શૈલેષભાઇ શાહ, સેક્રેટરી મુકેશભાઇ પંચાસરા,શબ્બીર લોખંડવાલા. રીઝીયન ચેરપર્સન  બીપીનભાઇ મહેતા, સંજયભાઇ જોષી, ડોલરભાઇ કોઠારી,  મધુભાઇ રાચ્છ, હર્ષદભાઇ ઓઝા,   ડો. સંજય દેસાઇ,  ડો. નરેન ડોબરીયા વિગેરે તથા સમગ્ર ટ્રસ્ટીગણ સહિતની ટીમ કાર્યરત છે.  (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:39 pm IST)