Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

પૈસાની લેતી દેતી પ્રશ્ને ત્રંબા પાસે આશ્રમસંચાલક ધીરૂભાઇ કોરાટને બે શખ્સે મારમાર્યો

ત્રંબામાં માનવ મંદિર આશ્રમમાં બનાવઃ હિતેષ વ્યાસ તેનો ભાઇ પાર્ષદ વ્યાસ સામે ફરિયાદ

રાજકોટ તા. ૩૦: ભાવનગર રોડ પર આવેલા આશ્રમમાં બે શખ્સે આવી પૈસાની લેતીદેતી મામલે ઝઘડો કરી આશ્રમના સંચાલકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ત્રંબા ગામ પાસે આવેલા માનવ મંદિર આશ્રમમાં રહેતા અને આશ્રમનું સંચાલન કરતા ધીરૂભાઇ ઉર્ફે ધિરેન્દ્રભાઇ જીવરાજભાઇ કોરાટ (ઉ.વ. ૬પ) ઍ આજીડેમ પોલીસ મથકમાં ત્રંબા ગામમાં રહેતા હિતેષ ધીરજલાલભાઇ વ્યાસ અને તેના ભાઇ પાર્ષદ ધીરજલાલભાઇ વ્યાસ સામે ફરિયાદ નોîધાવી છે. ધીરૂભાઇઍ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રંબા માનવ મંદિર આશ્રમમાં મંદબુધ્ધીની બીમારીથી પીડાતા લોકો રહે છે અને આશ્રમની સાર સંભાળ અને સંચાલન કરે છે. પરમ દિવસે પોતે આશ્રમમાં હતા ત્યારે હિતેષ વ્યાસ આશ્રમમાં આવીને પોતાને કહેવા લાગ્યો કે હું તમારી પાસે રપ વર્ષ પહેલાના રૂપિયા માંગુ છું તેમને આપી દોતેમ કહી ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો થોડીવાર બાદ તેનો ભાઇ પાર્ષદ વ્યાસ આવી જતા તે પણ પોતાની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દેકારો થતા આસપાસના લોકો ઍકઠા થઇ ગયા હતા અને આ બન્ને ભાઇઅોને સમજાવવાનો પ્રયાસ કરતા બંને ભાઇઅોઍ ધિરૂભાઇ મકવાણા સાથે પણ ઝઘડો કરી તેને પણ ગાળો આપી મારવા દોડયા હતા અને આ બંને ભાઇઅોઍ પોતાને કહેલ કે આઠ દિવસમાં અમારા રૂપિયા મોકલી દેજા નહીંતર તમે કેવી રીતે જીવો છો તમને જીવવા નહીં દઇઍ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધીરૂભાઇ કોરાટે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા હેડ કોન્સ. બી. આર. વાસાણીઍ તપાસ હાથ ધરી છે.

(1:55 pm IST)