Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ગોîડલના મેતા ખંભાળીયામાં હોળીને દિવસે ઝેર પી ગયેલી મહિલાનું મોત

પરપ્રાંતિય પિનીયાબાઇઍ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: ગોîડલના મેતા ખંભાળીયા ગામમાં આવેલી પસીયાબાપા ચોહાણની વાડીમાં રહી મજૂરી કરતી પરપ્રાંતીય પિનીયાબાઇ ઉર્ફ પિન્કીબેન બઠ્ઠાભાઇ ડોડવે (ઉ.વ.૩૦) નામની પરિણીતાઍ હોળીની રાતે વાડીઍ ઝેરી દવા પી લેતાં ગોîડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોફિકભાઇ જુણાચે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી. તેણીના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ઍક પુત્ર અને ઍક પુત્રી છે. બનાવની રાતે આ મહિલા અને તેના પતિ સહિતના લોકો સગાને ત્યાં જન્મદિવસની ઉજવણીમાં ગયા હતાં. ત્યાંથી પરત આવ્યા બાદ કોઇ કારણોસર તેણીઍ ઝેર પી લીધું હતું.

(1:55 pm IST)