Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાજપ કાર્યાલયે કાર્યકર્તા બેઠક

બુથ એકમને મજબૂત કરવા પાર્ટીના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ જે.પી. નડ્ડાજીની સૂચના મુજબ પાર્ટી દ્વારા દેશભરમાં ‘બુથ સશકિતકરણ અભિયાન'નું આયોજન થયેલ છે. તે અંતર્ગત  શહેર ભાજપ ‘કમલમ' કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્‍યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, બુથ સશકિતકરણ અભિયાનના કીરણબેન માકડીયા, શૈલેષ હાપલીયા, માધવ દવે તેમજ વિક્રમ પુજારા, નિતીન ભુત, હાર્દીક બોરડ સહીતના ની ઉપસ્‍થિતિમાં  શહેર ભાજપ ‘કમલમ' કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ‘બુથ સશકિતકરણ' અભિયાન અંતર્ગત વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ. તેમજ હાલ યુવાનોમાં હાર્ટએટેક થવાના કારણે મૃત્‍યુદર વધી રહયો હોય તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ર જી એપ્રીલના રોજ તબીબી તજજ્ઞો દ્વારા રાજયની તમામ ૩૮ મેડીકલ કોલેજોમાં સી.આર.પી. ટ્રેનીંગ અભિયાન યોજાઈ રહયું છે આ ટ્રેનીંગ અભિયાનમાં વોર્ડદીઠ કાર્યકર્તાઓ રજીસ્‍ટ્રેશન કરી સી.પી.આર. ટ્રેનીંગ લેશે. આ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું. આ બેઠકમાં શહેરના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી સહિતના ઉપસ્‍થિત રહયા હતા. આ બેઠકની વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:35 pm IST)