Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ગોંડલ રોડ પર આઇસરમાં ર૭ પશુને દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી નીકળનાર ચાલક સામે ગુનો

રાજકોટ, તા. ૩૦ : ગોંડલ રોડ પરીન ફર્નીચર પાસેથી આઇસરમાં ર૭ પશુઓને દોરડાથી ખીચોખીચ બાંધી નીકળનારા આઇસરને આજીડેમ પોલીસે પકડી લઇ ચાલક સામેગુનો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પરીન ફર્નીચર પાસે જી.જે. ૧૩ એ ડબલ્‍યુ-૭૮૮ર નંબરના આઇસરમાં ર૭ જેટલા પશુઓને ક્રૂરતાપૂર્વકદોરડાથી બાંધી કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગોંડલ રોડ હાઇવે પરીન ફર્નીચરની સામેથી જીજે-૧૩ એડબલ્‍યુ-૭૮૮ર નંબરના આયસરે રોકી તેમાંથી દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા ર૭ નાના મોટા પાડાને મુકત કરાવ્‍યા હતા. પોલીસ મથકના હેડ કોન્‍સ. એચ.એમ. ધરજીયાએ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:20 pm IST)