Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

એકતા સંગઠનના સંદેશ સાથે સમસ્‍ત પ્રજાપતિ સમાજની શિક્ષણ જાગૃતિ બાઈક રેલી

ભાજપના સ્‍થાપના દિન નિમિતે આયોજનઃ ૩૦૦થી વધુ લોકો જોડાશેઃ કન્‍યા છાત્રાલય અને શિક્ષણ ભવન બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવાની માંગ સાથે કલેકટરને આવેદન અપાશે

રાજકોટઃ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ, વડોદરા સમસ્‍ત પ્રજાપતિ સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સને ૧૯૮૬થી કાર્યરત છે. સમસ્‍ત ગુજરાતમાં સંઘની ૩૦૦ ઉપરાંત કાર્યવાહક સમિતિ કાર્યરત છે. સંઘના આદ્ય સ્‍થાપકશ્રી દલસુખભાઈ પ્રજાપતિ (પૂર્વ મેયરશ્રી, પૂર્વ ધારાસભ્‍યશ્રી અને પૂર્વ ચેરમેનશ્રી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી બોર્ડ)ના જન્‍મ દિવસ અને ભાજપના સ્‍થાપના દિવસ નિમીતે શિક્ષણ જાગૃતિ બાઈક રેલીનું ભવ્‍ય આયોજન કરાયું છે.

સમસ્‍ત પ્રજાપતિ મુખ્‍યત્‍વે ભાજપની વિચારધારાને વરેલો છે. તેથી ભાજપના પ્રચાર અર્થે પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા તેમજ શિક્ષણ માટે નવી ઉર્જા પ્રસ્‍થાપિત કરવાના સકારત્‍મક વિચાર સાથે શિક્ષણ અભિયાન ૨૦૨૩ની બાઈક રેલીનું સમગ્ર ગુજરાતમાં તા.૬ એપ્રિલના રોજ સવારે ૯:૩૦ વાગ્‍યાથી આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં સર્વ ગોળ પ્રજાપતિ સમાજની એક લાખ ઉપરાંત વસ્‍તી છે. તેવા વિસ્‍તારોને આવરી લઈ આ બાઈક રેલી શ્રી બાઈ મંદિરથી પ્રસ્‍થાન થઈ મવડી ચોક, નાના મવા ચોક, રાજનગર ચોક, વિરાણી ચોક, યાજ્ઞિક રોડ થઈ અકિલા સર્કલ (જિલ્લા પંચાયત), સરદાર પટેલ સ્‍ટેચ્‍યુ બહુમાળી ભવન થઈને કલેકટર કચેરીએ રેલીનું સમાપન થશે. તેમ આગેવાનોએ જણાવેલ.

આ સાથે રાજકોટ શહેરમાં સમસ્‍ત પ્રજાપતિ સમાજ માટે કન્‍યા છાત્રાલય તથા શિક્ષણ ભવન બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવા માટે નમ્ર નિવેદન સાથેનું આવેદન પત્ર કલેકટરશ્રીને આપવામાં આવનાર છે.આ રેલી અંદાજે ૩૦૦ જેટલા સ્‍કૂટર/ બાઈક ભાગ લેશે. દરેક બાઈક ચાલક ઉપરાંત પાછળ બેઠેલ વ્‍યકિત રાષ્‍ટ્ર સન્‍માન, રાષ્‍ટ્ર ભાવ અને શિક્ષણ વિશેના વિવિધ બેનર્સ પ્રદર્શિત કરી સમાજને જાગૃત કરશે. આ બાઈક રેલીને સફળ બનાવવા માટે રાજકોટ શહેર તથા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યો, દરેક ગોળના આગેવાનો, યુવાનોને મળી માર્ગદર્શન આપી રહેલીને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના શહેર પ્રમુખ કિશોરભાઈ કુડલા (મો.૯૪૦૯૨ ૫૮૧૫૨), મંત્રી જીજ્ઞેશભાઈ ધોકીયા (મો.૯૮૭૯૮ ૩૩૭૮૮), જિલ્લા પ્રમુખ દિપકભાઈ ચાવડા, જિલ્લામંત્રી વિશાલભાઈ નગવાડીયા, ટ્રસ્‍ટીઓ વસંતભાઈ ચૌહાણ, મહેન્‍દ્રભાઈ વરીયા, મનસુખભાઈ ધંધુકીયા, ઉપાધ્‍યક્ષ જગદીશભાઈ લાઠીયા, અનિલભાઈ કાનપરા, ઝોન મંત્રી મનસુખભાઈ મડીયા, છગનભાઈ જાદવ, મેઘજીભાઈ વાડોલીયા, ઠાકરશીભાઈ ઘાટલીયા, તુષારભાઈ ગોંડલીયા, ભાવેશભાઈ ગઢવાણા, પ્રવિણભાઈ સુરાણી, પ્રવિણભાઈ ગોંડલીયા, સુરેશભાઈ મારડીયા, મનસુખભાઈ વિસપરા, નારાયણભાઈ પ્રજાપતિ, પરસોત્તમભાઈ સીતાપરા, અતુલભાઈ જગતીયા, નિલેશભાઈ પાટડીયા, ગોરધનભાઈ કાપડીયા, રમેશભાઈ લાઠીયા, ભાવેશભાઈ દેકરીયા, દિપકભાઈ ધોળકીયા અને વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર, સંસ્‍થાના મહિલા મંડળના પ્રમુખ લીલુબેન જાદવ નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:20 pm IST)