Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રેન બસેરામાં રહેતો રહિમ ૧૩ હજારના ચોરાઉ ફોન સાથે પકડાયો

ડીસીબીના એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી ચલાલાનો શખ્‍સ પકડાયો

રાજકોટ તા. ૩૦: શહેરના બેડીનાકા ટાવર પાસે રેનબસેરામાં રહેતાં મુળ બગસરાના ચલાલાના રહિમ અસરફભાઇ ડીંગા (ઉ.વ.૩૦)ને ક્રાઇમ બ્રાંચની ટીમે રૂા. ૧૩ હજારના ચોરાઉ મરૂન રંગના ગેલેક્‍સી-એ ૧૪ મોડેલના સેમસંગના મોબાઇલ સાથે પકડી લીધો છે. આ અંગેનો ગુનો એ-ડિવીઝન પોલીસમાં ગયા વર્ષે નોંધાયો હતો.

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અને પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી રહિમને પકડી લેવાયો હતો. આ શખ્‍સ રેનબસેરામાં રહી છુટક મજૂરી કરે છે.

(4:19 pm IST)