Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સિવિલ હોસ્‍પિટલમાં નવજાત પુત્રીને એકલી મુકી માતા-પિતા ભાગી ગયા

૨૫મીએ બાળકીને દાખલ કરાઇ ત્‍યારે માતા-પિતાએ ગોંડલનું સરનામુ લખાવ્‍યું હતું: પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્‍પિટલના કે. ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં એક નવજાત બાળકીને બિમારીની સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા બાદ તેના માતા-પિતા તેણીને મુકીને જતાં રહેતાં તબિબે પોલીસને જાણ કરી છે.  જાણવા મળ્‍યા મુજબ ગત ૨૫મીએ ૨૬ દિવસની વય ધરાવતી બેબીને કે.ટી. ચિલ્‍ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જે તે વખતે બાળકના માતાનું નામ મીના અને પિતાનું નામ ઇશ્વર મકવાણા જણાવી ગોંડલ આશાપુરા ચોકડીનું એડ્રેસ લખાવાયું હતું. બાળકી સારવારમાં હોઇ ગઇકાલે તેણીને મુકીને માતા-પિતા જતાં રહેતાં તબિબ અને સ્‍ટાફે તપાસ કરવા છતાં ન મળતાં એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)