Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

શેઠ હાઇસ્કુલમાં પુરસ્કાર વિતરણ સમારોહ :

વર્ષ દરમિયાન પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ઘાઓમાં વિજેતા બનેલાઓને પુરસ્કૃત કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. શિક્ષકદિન, નવરાત્રી રાસ ગરબા, સુલેખન સ્પર્ધાના વિજેતાઓને સ્વામિ વવેકાનંદનું પુસ્તક, ફોટોગ્રાફ અને પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે એનાયત કરાયા હતા. ઇનામ વિતરણ સમારોહમાં માધ્યમિક શિક્ષણન અને અનુસંગીક સમિતિના ચેરમેન અને કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા, મ્યુ. સહાયક કમિશ્નર આર. એન. ચુડાસમા, અન્ય શાળાના આચાર્ય ડો. સોનલબેન ફળદુ (સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ), એચ. આર. ચાવડા (વીર સાવરકર વિદ્યાલય), એ. ડી. પાઠક (એકનાથ રાનડે વિદ્યાલય),  ડો. તુષારભાઇ પંડયા (શેઠ હાઇસ્કુલ) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો એન. એ. ભૂત, એન. સી. ત્રિવેદી, વી. એ. પુંજાણી, વી. વી. સોરઠીયા, પી. એમ. જેતપરીયા, ડો. વી. આર. ભટ્ટ, એમ. એ. વ્હોરા, જે. આર. દવે, શ્રીમતી યુ. બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ ગોસાઇ જસ્મિત અને લાઠિયા વિદિતે કરેલ. અંતમાં આભારવિધિ શાળા શિક્ષક એમ. ડી. જારીયાએ કરી હતી.

(4:12 pm IST)