Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રાજકોટમાં ઓપો-વીવોનાં ગેરકાયદે હોર્ડીંગ્સ બોર્ડ અંગે કોંગ્રેસે હાઇકોર્ટમાં રજૂઆત કરી

બજારનાં રાજમાર્ગો પર અઢી વર્ષથી ગેરકાયદે હોર્ડીગ્સ બોર્ડ લગાવ્યાનાં અને તંત્રની તિજોરીને ૧પ કરોડનું નુકશાનનાં આક્ષેપોઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા ત્થા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા જવાબદારો સામે પગલા લેવા માંગ

રાજકોટ તા. ૩૦ :.. શહેરમાં ઓપો અને વીવો મોબાઇલ કંપનીનાં આડેધડ નંખાયેલ ગેરકાયે હોર્ડીંગ્સ બોર્ડ સંદર્ભે વિપક્ષ કોંગ્રેસનાં નેતા વશરામભાઇ સાગઠીયા ત્થા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવા માટે રજૂઆત કરી છે. જે રજૂઆતને હાઇકોર્ટ માન્ય રાખશે તો આ મુદ્્ે કાનુની લડતનાં ભણકારા વાગી રહ્યા છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની સંયુકત યાદીમાં આક્ષેપો કરતાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા અઢી વર્ષથી ગેરકાયદેસર રીતે ઓપો-વીવોના હોર્ડીંગ્સ બોર્ડ લગાડવામાં આવેલ છે તે હોડીંગ બોર્ડની લાયસન્સ ફી તેમજ ૧૮% લેખે વ્યાજ વસુલાત કરવા તેમજ જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની રજૂઆત ચીફ જસ્ટીસ (નામદાર ગુજરાત હાઇકોટ), રાહુલ ગાંધી (અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ), વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય), ગાંધીનગર મુખ્ય સચિવશ્રી (ગુજરાત સરકાર) અગર સચિવશ્રી, (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), ચીફ વિજીલન્સ કમિશ્નર (ગુજરાત તકેદારી આયોગ) તથા અમિતભાઇ ચાવડા (પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), પરેશભાઇ ધાનાણી (વિરોધ પક્ષના નેતા, ગુજરાત સરકાર), અશોકભાઇ ડાંગર (પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ), રાજકોટ અને બંછાનિધિ પાની (મ્યુનિસિપલ કમિશ્નર) વગેરે ને કરી છે.

ખાનગી કંપની (૧) હરીઓમ કોમ્યુનીકેશન એલ.અલ.વી. (ર) પુજારા ટેલીકોમ દ્વારા શહેરના પોશ એરિયામાં રાજકોટ મહાનગરપાલિકાની મંજૂરી વગર ઉભા કરેલ જાહેરાતના હોર્ડીંગ બોર્ડની લાયસન્સ ફી વસુલ કરવા તેમજ જવાબદાર આસી. મેનેજર એસ્ટેટ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આ રજૂઆત કરાઇ છે.

જેમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વગર સને ર૦૧૬થી ગેરકાયદેસર રીતે શહેરના પોશ-બઝાર એરીયામાં .ભા કરાવી દેવામાં આવેલ અનધિકૃત હોર્ડીંગ બોર્ડના ભ્રષ્ટાચાર યુકત કાર્યવાહી અટકાવવા અને સ્ટેન્ડીંગ કમીટી ઠરાવ નંબર ૬૯૧ તા. પ-ર-ર૦૧૪ અને ઠરાવને વહીવટી મંજૂરીના હુકમ રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટી ઠરાવ વહીવટી જાવક નંબર ૬૬૦ તા. ૪-૩-ર૦૧૪ મુજબ હોર્ડીંગ (સાદા) બોર્ડની સાઇઝ પ્રતિ ચોરસ મીટરના રૂ. ૬પ૦ અને એલઇડી બોર્ડ પ્રતિ ચોરસ મીટરના રૂ. ર૦૦૦ મુજબ હિસાબ કરી વાર્ષિક લાયસન્સ ફી સાદા ૧૮ ટકા વ્યાજ સાથે વસુલ કરવા વિગતવાર આધારપુરાવાઓ સાથે તા. ૩-પ-ર૦૧૭થી સતત લેખિત રજૂઆત કરતા આવ્યા છીએ છતાં કોઇ પગલા નહીં લેવાતા હવે નામદાર હાઇકોર્ટમાં આવા જવાબદાર અધિકારીઓના હોદા-નામ જોગ જાહેર હીત અરજી કરવાની ફરજ પડી રહી હોવાનું યાદીમાં અંતે જણાવાયું છે.

(4:00 pm IST)