Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

આર.ટી.આઈ.એકટ હેઠળ ઓનલાઈન ફોર્મ કેમ ભરવું, વાલીઓ માટે કાલે ફ્રી માર્ગદર્શન સેમિનાર

રાજકોટ,તા.૩૦: આર.ટી.ઈ.એકટ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવા માટે ફ્રી માર્ગદર્શન સેમીનારનું આયોજન આવતીકાલે તા.૩૧ના રવિવારે સાંજે ૫: ૩૦ થી ૭:૩૦ સુધી લક્ષ્મી સોસાયટી, કોમ્યુનીટી હોલ નાના મોવા રોડ રાજકોટ ખાતે કરાયું છે.

મારબ સેવા સંસ્થા બાળકોના ફ્રી શિક્ષણના અધિકારની રક્ષાની કામગીરી કરતા હોવાનું યાદીમાં જણાવ્યું છે. જેમાં બાળકોને વધુમાં વધુ નિઃશુલ્ક શિક્ષણ મળી રહે તે માટે સર્વે કામગીરી કરવામાં આવે છે. આ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ત્રણ માસ માટે આર.ટી.ઈ.શિક્ષણ સંદેશ રથ ફેરવવાનું આયોજન કર્યું છે. જેમાં બાળકનું નામ, જન્મ તારીખ નોંધાવી શકાય છે.

દર વર્ષની જેમ આ આ વર્ષે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેનો માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનારમાં આરટીઈ ઓનલાઈન જેવી જ માહિતી ધરાવતા નમૂનાના ફોર્મની ઝેરોક્ષ ફી આપવામાં આવશે. આ બધી માહિતી અગાઉથી ભરી રાખવામાં આવશે. જેથી વાલીઓને ફર્મો ભરવામાં સરળતાં રહેશે. કનેકિટવિટિના પ્રશ્નો અને સર્વર ડાઉનના પ્રશ્નોની સામે રક્ષણ મળશે. માર્ગદર્શન સેમીનારમાં ડમી ફોર્મ પ્રેકટીકલ ભરાવવામાં આવશે. જેનો વાલીઓએ લાભ લેવા યાદીના અંતમાં જણાવ્યું છે.

તસ્વીરમાં મારબ સેવા સંસ્થાના પ્રમુખશ્રી અને.પી.ચિત્રોડા (૯૪૨૮૪ ૯૫૭૨૪), બ્રહ્મ સમાજ સભ્ય શ્રી કિરીટભાઈ શ્રીમાળી, શ્રી રાજેશભાઈ ચુડાસમા અને શ્રી દેવજીભાઈ લીંબોલા- સંગઠન મંત્રી નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:56 pm IST)