Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

NCCમાં રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ સ્કુલનો એવોર્ડ મેળવતી મોદી સ્કુલ

રાજકોટ : ' ગીત ગઝલમાં ગગન ઉમેરી ઉડવાનું છે મન, સાથ સર્વેનો મળે સૂરીલો, તો રસભર છે જીવન' માટે જ સમયની સાથે તાલ મેળવી ચાલતા રહો અને કોઇના વિશે વિચારો કરવાને બદલે આપણે આપણા નસીબને અજમાવતા રહેવું જોઇએ તો કોઇની પણ હિંમત નથી કે આપણને કારકીર્દીની ટોચ પર આવતા રોકી શકે. આવા જ જોમ અને જુસ્સાને બરકરાર રાખવા માટે મોદી સ્કુલના એનસીસી.ના વિદ્યાર્થીઓએ અવનવી કેટેગરીમાં ઉત્કૃષ્ટ ઇનામો પ્રાપ્ત કરેલ છે તેના માટેની ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ. શાળાના પ્રિન્સીપાલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ શાળાના ટ્રસ્ટી ડો. આર. પી. મોદીના હસ્તે બુકે તથા પુસ્તકગુચ્છથી ગર્લ્સ બટાલીયાનના કમાન્ડીંગ ઓફીસર, કર્નલ મનિષ નાટુનું સ્વાગત કરીને કાર્યક્રમને અનુરૂપ સ્પીચ આપી હતી. સ્પીચ બાદ મનોજભાઇ અને બાળકો દ્વારા યોગાડાન્સ કરવામાં આવેલ અને એનસીસી કેડેટસની બહેનોએ સુંદર મજાનો ડાન્સ રજૂ કર્યો હતો. તદઉપરાંત શિલ્ડ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યાં પધારેલ એનસીસી.ના કર્નલ મનીષ નાટુના હસ્તે દરેક વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલ હતાં. સૌ પ્રથમ પ્રાંશલા ખાતે બેસ્ટ સ્કુલનો એવોર્ડ અને ત્યાં ઘણી સ્પર્ધાઓમાં જેમ કે નુકકડ નાટક, સોલો સોંગ, ફાયરીંગ, ડિબેટ, લાઇન એરિયા વગેરેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલ, ત્યારબાદ આરડીસી કેમ્પમાં સીલેકટ થયેલ કેડેટસમાં રાઠોડ ધ્રુવીના, પરીખ વૃતિકા, જોષી તન્વી, અનડકટ હિમાંશી, શર્મા કૃપાલી ને શિલ્ડ આપેલ તેમજ સીએટીસી કેમ્પ ખામટા ખાતે નુકકડ નાટકમાં પ્રથમ સ્થાન મેળવેલ તેમને શિલ્ડ આપેલ હતું. અજમેર ખાતે ટ્રેકીંગ કેમ્પમાં અજમેર ગયેલ આહુજા યુકતા અને લિંબાસીયા ઇશાને  સારો દેખાવ કરવા બદલ સર્ટીફીકેટ મળેલ. નેશનલ એન.આઇ.સી. માં ચનિયા રૂબિના, માલવી દેવાંગી, ખોખર પ્રથમા એનઆઇએપી માં ગુજરાતમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ ને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ, ત્યારબાદ એન. સી. સી. અચિવમેન્ટમાં એ-ગ્રેડ મેળવતા કુલ ૪૪ વિદ્યાર્થીઓમાંથી ર૪ વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલ. તેમજ સીએટીસી કેમ્પમાં ગોલ્ડ, સીલ્વર મેળવતા વિદ્યાર્થીઓને શિલ્ડ આપેલ હતાં. આરડીસી કેમ્પ દિલ્હી ખાતે મણીયાર વિશાંતે ભાગ લીધેલ તેમજ પીઆરઇ-આરડીસી કેમ્પ અમદાવાદ ખાતે રવાણી હર્ષિત અને બોઘરા વસંત પસંદગી થયેલ હતી. સીએટીસી કેમ્પ જામકંડોરણા ખાતે ભાગ લેતા વિદ્યાર્થીઓ સદરાણી, રૂદ્ર, ભટ્ટ વિરાજ, કુકડીયા જીલને મેડલ એનાયત કરવામાં આવેલ હતાં. કાર્યક્રમના અંતમાં શાળાના ટ્રસ્ટી ડો. આર. પી. મોદી તથા ધવલભાઇ દ્વારા પધારેલ મહેમાનશ્રીઓનો મોમેન્ટો આપી આભાર વ્યકત કર્યો હતો કે તમારા અમુલ્ય સમયને અમારા મોદી સ્કુલ પરિવાર માટે ફાળવ્યો તે બદલ આભાર તેમજ વિદ્યાર્થીઓને પણ દરેક સારી સારી પ્રવૃતિઓમાં ઉમદા પ્રદર્શન કરતા રહો તેવી શુભકામના આપી હતી.

(3:55 pm IST)