Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મેમન કોમની ઇમારત ભાઇચારાની ભાવનાથી બંધાઇ છે : ઇકબાલભાઇ ઓફીસર

ઓલ સૌરાષ્ટ્ર મેમન જમાતનું રાજકોટમાં મળી ગયેલ સ્નેહ મિલન : ૧૧ એપ્રિલે શાનો શૌકતથી મેમન ડે મનાવવા અપીલ

રાજકોટ : ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના સહયોગથી પ્રમુખ ઇકબાલભાઇ ઓફીસરના અધ્યક્ષ સ્થાને સોરાષ્ટ્ર ઝોનની ૧૨૦ મેમન જમાતો અને ૨૦ ઝોનલ સેક્રેટરીઓ તથા ૧૫ રાષ્ટ્રીય કારોબારી સદસ્યો તેમજ યુથ વીંગ અને સ્થાનિક જમાતોના પ્રતિનિધિઓના સહયોગથી રાજકોટમાં એક સ્નેહ મિલન યોજવામાં આવ્યુ હતુ. એ.આઇ.એમ.જે.એફ.ના વાઇસ પ્રેસીડેન્ટ ફીરોજભાઇ લાકડીવાળાએ સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો આરંભ કરાવ્યા બાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શહેરના મેયર શ્રીમતી બીનાબેન આચાર્યનું સન્માન કરવામાં આવેલ. આ તકે સન્માનના પ્રત્યુત્તરમાં આભારની લાગણી વ્યકત કરી બીનાબેને ગુજરાત સરકારની વિવિધ સરકારી સહાય અંગેની જાણકારી આપી હતી. મેમન સમાજ બિનઅનામત વર્ગમાં સમાવેશ થતા ૧૦% અનામતનો લાભ લેવા પણ અપીલ કરી હતી. મેમન સમાજના ચાર તેજસ્વી તારલાઓએ ડોકટરેટની પદવી હાંસલ કરતા તેઓનું મેયરના હસ્તે જાહેર સન્માન કરાયુ હતુ. આ તકે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પૂર્વ વાઇસ પ્રેસીડેન્ટ ફારૂક બાવાણીની ગુજરાત સરકારમાં વડાપ્રધાનની ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિમાં મેમ્બર તરીકે વરણી થતા તેઓનું પણ મેયર બીનાબેન આચાર્ય અને ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઇ ઓફીસરના હસ્તે શિલ્ડ આપી જાહેર સન્માન કરાયુ હતુ. સમારોહના પ્રમુખ સ્નાથેથી ઉદ્દબોધન કરતા ઓઇ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુ ઇકબાલભાઇ ઓફીસરે જણાવેલ કે વ્યાપારી મેમન કોમની ઇમારત કોમી એખલાસ અને ભાઇચારાની ભાવનાથી રચાઇ છે. મારા કાર્યકાર હેઠળ સૌરાષ્ટ્ર ઝોન સહીત દેશમાં સમાજના જરૂરીયાતમંદોને ફેડરેશન દ્વારા કરોડો રૂપિયાની મકાન, આવાસ માટેની સહા તેમજ મેડીકલ અને શિક્ષણ તેમજ સ્વરોજગારી માટેની સહાય ચુકવવામાં આવી છે. અહીં સૌરાષ્ટ્ર ઝોન વતી વાઇસ પ્રેસીડેન્ટ ફીરોજભાઇ લાકડીવાળાએ ઇકબાલભાઇ ઓફીસરનું શિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. આગામી ૧૧ એપ્રિલના મેમન ડે ઉમંગભેર મનાવવા સમાજ શ્રેષ્ઠીઓએ અનુરોધ કર્યો હતો. આ સ્નેહ મિલનમાં ફેડરેશનના પ્રેસીડેન્ટ ઇકબાલભાઇ ઓફીસર ઉપરાંત ગુજરાત વાઇસ પ્રેસીડેન્ટ શરીફભાઇ મેમન (અમદાવાદ), સેક્રેટરી હાજી અઝીઝભાઇ મચ્છીવાલા, જોઇન્ટ સેક્રેટરી સાકીરભાઇ બાટલીવાળા, ડો. ડબ્બાવાલા, યુથ વિંગના યાસીનભાઇ ડેડા, કાદરભાઇ ડોસાણી, યુસુફભાઇ સલાટ, હાજીભાઇ જરીવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારોહની સફળતા માટે વાઇસ પ્રેસીડેન્ટ ફીરોજભાઇ લાકડીવાળા, ફારૂક બાવાણી, હાજી હનીફભાઇ આકબાણી, હાજી રજાકભાઇ બાનાણી, હાજી યુનુસભાઇ ગફારભાઇ, હાજીભાઇ દારૂવાલા, હાજી ફારૂકભાઇ કામદાર, હાજી આવેશભાઇ કામદાર, ઇબ્રાહીમભાઇ જુમાણી, રાજકોટની તમામ જમાતોના પ્રતિનિધિઓ હાજી મહંમદભાઇ લાખાણી, હાજી સલીમભાઇ આકબાણી, અસલમભાઇ બાવાણી, સોહીલ કાબરા, શૌકત મેમન, અહેમદભાઇ ફુલવાલા, નદીમ મેમન, વસીમ બાનાણી, ઇમરાન કામદાર, અસલમ જરીવાલા, ફૈસલ જુમાની, સલીમભાઇ ગાધકડાવાલા, અશરફભાઇ ડોસાણી, ઇસ્તીયાક બાવાણી, રહીમભાઇ બકાલી, ફયાઝભાઇ બસમતવાલા, ઇકબાલભાઇ કાશ્માણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન શેર સાયરી સાથે પૂર્વ વાઇસ પ્રેસીડેન્ટ ફારૂક બાવાણીએ કરેલ. જયારે અંતમાં આભારવિધિ નદીમ મેમન અને અસલમ બાવાણીએ કરી હતી.

(3:54 pm IST)