Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ટીપરવાન કોન્ટ્રાકટમાં લોલંલોલઃ નિયમીતતાથી લોકો ત્રાહીમામ

રાજકોટ તા. ૩૦ : ટીપરવાન દ્વારા ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા માટેના કોન્ટ્રાકટમાં જબરી લોલંલોલ ચાલતી હોવાની ફરીયાદ લોકોમાં ઉઠવા પામી છે.

આ અંગે લોકોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ ટીપરવાનના મુખ્ય કોન્ટ્રાકટરે પેટા કોન્ટ્રાકટ આપી દેતા આડે-ધડ ડ્રાઇવરોની ભરતી કરાઇ છે પરિણામો વિસ્તારોમાં કચરો ગમે-તે સમયે એટલે કે સવારના બદલે બપોરે બે વાગ્યે ખરા તડકામાં અત્યંત અનિયમીત કરીતે ટીપરવાન આવે છે.અત્રે દાદાગીરીની ફરીયાદો પણ ઉઠી રહી છે.

આમ હાલમાં ટીપરવાનનો કોન્ટ્રાકટ અત્યંત રગડ-ધગડ સ્થીતીમાં ચાલી રહ્યો છે.જેના કારણે અનેક વિસ્તારોમાં ગંદકીનો ગંજ ફરીથી ખડકાઇ રહ્યા છ.ે ત્યારે તંત્ર વાહકો ટીપરવાનનો કોન્ટ્રાકટ નિયમીત અને નિષ્ઠાવાન તેમજ સફળ રીતે સંચાલન કરી શકે તેવી એજન્સીને આપવામાં આવે તોજ આ વ્યવસ્થા જળવાઇ રહેશે.

(3:52 pm IST)