Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વાદ નહીં સંવાદથી સમસ્યાઓ સુલજાવતા કમલેશ મિરાણી : શહેર ભાજપ પ્રમુખ તરીકે ત્રણ વર્ષ પૂર્ણ

રાજકોટ તા ૩૦ :  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ, રાજકોટ શહેર ભાાજપના સુકાની કમલેશ મીરાણીએ શાહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સંગઠનની યાત્રાનો આગળ ધપાવી પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહીતના ભાજપ અગ્રણીઓ તરફથી અવિરત અભિનંદન વર્ષા થઇ રહી છે.

કમલેશ મિરાણીએ આ અવસરે ખુશી વ્યકત કરતા જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યકર્તાઓના અથાક પરિશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાયો અને ગુજરાતનામુખ્ય મંત્રી તરીકે સતત બીજીવાર રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી આરૂઢ થયા તેનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાએથી આવેલ કાર્યક્રમોને સુપેર પાર પાડવામાં રાજકોટ સંગઠનનો પ્રત્યેક કાર્યકર્તા તન-મન અને ધનથી સાથે રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રોડ શો,'' ભારત માતા ગોૈરવ કુચ'' '' તીરંગા યાત્રા'' નર્મદા અવતરણ, સોૈની યોજના સહીત તમામ કાર્યક્રમોમાં સોૈએ ખંભે ખંભા મીલાવી કામ કર્યુ છે.

પુરપીડીતો માટે મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા ૬૧ લાખની સહાય, સ્વાઇન ફલુથી રક્ષણ મેળવવા માઠે ફ્રી કેેમ્પ, આ ઉપરાંત ગત વર્ષે રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં રાજકોટમાં ''પ્લાસ્ટીક મુકત'' અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. ભાજપ દ્વારા દરેક વોર્ડમાં મુખ્ય બજારોમાં નિઃશુલ્ક કાપડની થેલીનું વિતરણ, આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મઋદવસની ઉજવણી અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યક્રમો આપી સંગઠનને વધુ મજબુત બનાવ્યું છે.

તેમજ પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રધ્ધૈય અટલબીહારી બાજપાયજીના આત્માની શાંતિ અર્થે વોર્ડવાઇઝ સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભાનું આયોજન, કેરળના પૂરપીડીત અસરગ્રસ્તોને શહેર ભાજપ દ્વારા અનાજ-કપડાની સહાય કીટ, કાર્યાંજલી સેવા સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થયા. પ્રમુખપદને એક ેવાનું માધ્યમ ગણી સતત કાર્યકર્તાઓની વચ્ચે રહી વાદ નહીં સંવાદથી કાર્યકર્તાઓના પ્રશ્નોને વાચા આપવાનું સફળ નેતૃત્વ કરનાર કમલેશ મિરાણી  આજે ત્રીજા વર્ષમાં પ્રમુખતરીકે મંગલ પ્રવેશ કરી રહયા છે, ત્યારે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરેલ છે. કમલેશભાઇ મિરાણીને તેમના મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

વધુમાં શ્રી કમલેશ મિરાણીએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના પૂર્વ પ્રમુખો જીતુભાઇ શાહ, ગોવિંદભાઇ પટેલ, કમલેશ જોષીપુરા, રમેશભાઇ રૂપાપરા, પ્રતાપભાઇ કોટક, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારઘ્વાજ, ભીખાભાઇ વસોયા સહીતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ સંગઠનનો વ્યાપ વધારવામાં સફળતા મળી છે તે બદલ સોૈનો આભાર વ્યકત કરેલ છે.

(3:51 pm IST)