Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

૪૪ ગુનામાં સામેલ ઇભલો ખાટકી પાસામાં

ક્રાઇમ બ્રાંચે બજવણી કરી વડોદરા જેલમાં મોકલ્યોઃ અગાઉ પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે

રાજકોટ તા. ૩૦: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક ગુનેગાર સામે પાસાનું શસ્ત્ર અજમાવ્યું છે. મોરબી રોડપર ચામડીયાપરામાં શાળા નં. ૭૭ પાસે રહેતાં અને અગાઉ ૪૪ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૩૪) નામના ખાટકી શખ્સને પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

પીસીબીની દરખાસ્ત મંજૂર કરી વોરન્ટ ઇશ્યુ કરવામાં આવતાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. વિરેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, અમિતભાઇ, સોકતખાન સહિતે ઇભલાને પકડી લઇ વોરન્ટની બજવણી કરી હતી.

ઇભલા સામે ખંડણી, ધમકી, રાયોગીંટ, હત્યાની કોશિષ, ધાડ, આર્મ્સ એકટ, જાહેરનામનો ભંગ, એટ્રોસીટી, લૂંટ, બળજબરીથી નાણા પડાવવા,ફરજમાં રૂકાવટ સહિતના ૪૪ ગુના બી-ડિવીઝન, એ-ડિવીઝન, પ્ર.નગર સહિતના પોલીસ મથકોમાં નોંધાયા છે. આ ઉપરાંત આ શખ્સ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીમાં પાંચ વખત પાસા તળે જુદી-જુદી જેલની હવા ખાઇ ચુકયો છે.

(3:50 pm IST)