Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પત્નીની ફાયરિંગ કરીને હત્યા કરવા અંગે પકડાયેલ બરતરફ પીએસઆઇની નાર્કોટેસ્ટની માંગણી નામંજુર

રાજકોટ, તા,.૩૦: અહીના રામનાથપરા પોલીસ હેડ કવાટર્સમાં પોતાની પત્ની રસીલાબેનની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરીને હત્યા કરવા અંગે પકડાયેલા અને જેલહવાલે રહેલા બરતરફ પીએસઆઇ હિરેનભાઇ પરબતસિંહ પરમારે નાર્કોટેસ્ટ કરવા અંગે અરજીને અદાલતે નકારી કાઢી હતી.

આ કામમાં કાયદા વિભાગ દ્વારા નિમાયેલ ખાસ સરકારી વકીલશ્રી ચેતના આર.કાછડીયા આ અરજીનો વિરોધ કરીને જણાવેલ કે ફરીયાદ પક્ષના સાહેદોને તપાસ્યા બાદ આરોપીનું વિશેષ નિવેદન લીધા અને બચાવપક્ષે ત્રણ સાહેદોને તપાસ્યા બાદ અને પુરાવો પુરો આરોપી તરફ થયા બાદ દલીલના તબક્કે આ કેસને વિલંબમાં નાખવા માટે આ અરજ કરેલ છે. આરોપીએ તપાસના તબક્કે તેમજ કેસની શરૂઆતમાં આવી કોઇ અરજી કરેલ નથી જેથી આરોપીએ તેનો બદઇરાદો પાર પાડવા માટે આ અરજી કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદીએ તેના એડવોકેટશ્રી મારફત લેખીતમાં વિરોધ કરીને ફરીયાદ પક્ષનો પુરાવો આશરે એક વર્ષ કરતા વધુ સમયથી પુરો થયેલ છે આરોપી દલીલના તબક્કે આવી ખોટી અરજીઓ કરીને દલીલના તબક્કે આ કેસને વિલંબમાં નાખવા માટેનો પ્રયાસ કરી રહયા છે. જેથી અરજી રદ કરવા વિનંતી કરેલ.

આ કામમાં પક્ષકારોને સાંભળી તેમજ ફરીયાદીની લેખીત રજુઆત તથા કાયદાકીય પરિસ્થિતિને લક્ષમાં લઇને રાજકોટના મહે. એડીશ્નલ સેસન્સ જજ એચ.એમ.પવાર એવા મંતવ્ય ઉપર ફોજદારી કાર્યવાહીમાં સત્ય શોધી કાઢવાનું હોય છે પરંતુ આરોપીને અધિકાર પ્રાપ્ત થતો નથી તેન નિર્દોષતા પુરવાર કરવા માટે આખરી તબક્કે નાર્કો ટેસ્ટની માંગણી કરે આ અરજી માત્ર વિલંબ નાંખવા માટે છેલ્લા તબક્કે આપવામાં આવેલ છે. જેથી કેસના સંજોગોને લક્ષમાં લઇને અરજીમાં કોઇ તથ્ય જણાતા ન હોય જેથ અરજી રદ કરવામાં આવેલ છે.

સરકારી નોકરી સરકારી કવાર્ટરમાં સરકારી રીવોલ્વર વડે મધ્યરાત્રીએ સરકારી કવાટર્સમાં માત્ર પતિ-પત્ની બંન્ને એકલા હતા ત્યારે તેણીની હત્યા કરેલ છે. આ બનાવ ખુબ જ ગંભીર અને ધૃણાસ્પદ છે. કારણ કે રક્ષકે ભક્ષક તરીકે વરવી ભુમીકા ભજવેલ છે. જેને હળવાશથી જોઇ શકાય નહી.આ કામમાં મુળ ફરયાદી વતી એડવોકેટ દરજ્જે શ્રી લલીતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજસ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરંગ, નિશાંત જોષી રોકાયેલા હતા.

 

 

(3:50 pm IST)