Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

કોંગ્રેસમાંથી ચુંટાયા, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા અને હવે ભાજપમાં!!

લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ જાડેજા આજે કેસરીયો ખેસ ધારણ કરશે

રાજકોટ તા. ૩૦: લોકસભા ચુંટણીનો નગારે ઘા વાગી ચુકયો છે ત્યારે આયારામ અને ગયારામના કિસ્સાઓ વધુ રહ્યા છે અત્યાર સુધી ધારાસભ્યોને ખેડવ્યા બાદ હવે શામ-દામ-દંડ અને ભેદની નિતિ-રિતીથી ભાજપે તાલુકા કક્ષાના આગેવાનો તરફ પણ નજર દોડાવી છે ત્યારે લોધીકા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ હરીશચંદ્ર જાડેજા ત્થા ઉપ પ્રમુખ ઉમેશ પાંખરે કોંગ્રેસના સાથી મિત્રોને છેહ દઇને આજે અમદાવાદમાં કમલમ્ ખાતે રાષ્ટ્રીય પ્રમુખ તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કર્યાનું જાણવા મળે છે.

(3:48 pm IST)