Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જૂનું એટલું સોનું : મીઠાના પાવડરનું બ્રશ કરો ને દાંતની અભૂતપૂર્વ જાળવણી કરો

કોટક સ્કુલની ૨૫૦ છાત્રાઓએ ૩ વર્ષ સુધી પોતાના જ પરીવાર ઉપર પ્રયોગ કર્યો : પરિણામો આંખ ઉઘાડનારા આવ્યા

આપણા દાંત સફેદ,દાડમની કળી જેવા અને મજબૂત હોય તો કેવી મજા પડી જાય પરંતુ હાલના સમયમાં દાંતના દુખાવા અને તેને લગતી સમસ્યાઓ ખૂબ જ વધતી જાય છે.એટલે જ શેરીએ અને ગલીયે ડેન્ટલ કિલનિકો વધતા જાય છે. દાંતને લગતી સમસ્યાઓ વારસાગત હોઈ શકે છે. તેમ છતાં જો નાની ઉમરથી જ દાંતની કાળજી  રાખવામાં આવે તો દાંતની તંદુરસ્તીને સારી એવી જાળવી શકાય છે. જેથી દાંતની મદદથી ખોરાકને સારી રીતે ચાવીને ખાઈ શકાય અને ચાવેલા ખોરાકને પચાવવામાટે પાચન તંત્રને પણ ઓછો પરીશ્રમ કરવો પડે પરીણામે સર્વે રોગના મુળ એવા કબજીયાત નું પ્રમાણ પણ દ્યટાડી શકાય.અને વટથી  મોટી  ઉમરે પણ શેરડી ના સાંઠાને  ફોલી શકાય

ત્રણ વર્ષ પહેલા ૨૦૧૬ માં કોટક સ્કુલની ધોરણ ૯ ની છાત્રાઓએ નાની ઉમરથી જ દાંતની સંભાળ અને તેની સ્વચ્છતા દ્વારા તંદુરસ્તી કેવી રીતે જાળવી શકાય તેના માટે  સ્કૂલની અંદર એક પ્રોજેકટ હાથ ધરેલો હતો આશરે ૨૫૦ જેટલી છાત્રાઓ અને તેના પરીવાર ઉપર પ્રયોગ કરેલો હતો જેમાં ( મીઠું મિક્ષરમાં નાખીને તેનો બારીક પાવડર બનાવી લેવો)  બે ચમચી જેટલો મીઠાનો પાવડર હથેળીમાં લઈ તેમાં થોડું પાણી ઉમેર્યા બાદ આશરે એક મહિના સુધી દરરોજ રાત્રે સુતા પહેલા તેનું બ્રશ કરવાનું સૂચન કરવામા આવેલુ હતું (મીઠું એન્ટીસેપ્ટીક અને બેકટેરિયાનો નાસ કરનારૂ છે)

પ્રયોગને અંતે છાત્રાઓએ એવું તારણ કાઢેલું કે

(૧) બે દાંતના પોલાણમાં ભરાઈ ગયેલો અનાજનો કે પાન,ફાકી , માવાનો  કચરો દૂર થઈ જાય છે જેથી કરીને દાંત સડતા અટકે છે

(૨) આખી રાત દાંતમાં ભરાયેલો કચરો સડવાને કારણે મોઢામાંથી જે વાસ - દુર્ગંધ આવે છે તે દૂર થાય છે

(૩) દાંત પીળા પડી ગયા હોય કે પાન, ફાકી ,માવો ખાવાને કારણે કાળા પડી ગયા હોય તો સફેદ અને ચમકીલા બનવા લાગે છે.

(૪) કોઈપણ પ્રકારના વ્યસનને કારણે દાંત કે મોઢા માથી વાસ આવતી હોય તો તેમાં દ્યણો ફેર પડે છે

(૫) સાંજે બ્રશ કરવામાં આવે છે ત્યારે આખી રાત મોઢુ ફ્રેશ રહે છે રાત્રે ઉંદ્ય પણ સારી આવે છે

(૬) સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું મોઢું ફ્રેશ જ જોવા મળે છે

(૭) વાંચતી વખતે ખોટી ઊંદ્ય કે ખોટા બગાસા કે કંટાળો પણ આવતો નથી

(૮) જો મીઠાનો પાવડર અનુકૂળ ના આવે તો કોઈપણ કંપનીના પેસ્ટનું બ્રશ પણ કરી શકાય

આ ઉપરાંત જેવી રીતે કસરત દ્વારા શરીરની કાળજી રાખી શકાય છે તેવી જ રીતે સાંજે અને સવારે બ્રશ તો કરવાનું જ ઉપરાંત આખા દિવસમાં અનુકૂળ આવે તે સમયે એક વખત કોઈપણ ઔષધીય વનસ્પતિનું દાતણ કરવું તેવી પણ ભલામણ કરેલી ખાસ કરીને કરંજના દાતણ ને વિશેષ મહત્વ આપવું

રાજકોટના જાણીતા ડેન્ટલ સર્જન ડો. હિમાંશુ રામાણી સાહેબ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ. નો સંપર્ક કરીને તેની પાસેથી પણ પ્રાથમિક કક્ષાની ઉપયોગી માહિતી મેળવેલી

(૧) નાના બાળકો માટે આંગળીમાં પહેરી શકાય તેવું મેડિકલ સ્ટોર માથી બ્રશ ખરીદીને તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

(૨) નાના બાળકોને રાત્રે મીઠું દૂધ પીવડાવવાને બદલે ખાંડ વગરનું સાદું દૂધ પીવડાવવાની ટેવ પાડવી જોઇએ.

(૩) દર છ માસ પછી બ્રસ બદલાવી જ નાખવું જરૂરી છે.

(૪) હાર્ડ બ્રસ વાપરવું નહીં દાતણ કે બ્રસની મદદથી દાંતને દ્યસી નાખવા નહીં (૫) દાંતનુ ઉપરનુ પડ ઙ્કઈનેમલઙ્ખ દ્યસાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી

(૬) જમ્યા પછી તરત જ સાદુ પાણી લઈ ૫૦ સેકધડ સુધીના ચાર થી પાંચ કોગળા કરવા ઙ્કખાસ કરીને ગળ્યા પદાર્થો ખાધા પછી બ્રશ કે કોગળા કરી જ નાખવા

આ પ્રોજેકટ માં (૧) સુર્યવંશી આસ્થા (૨) દવે ઋત્વી (૩) ચૌહાણ યશોધરા (૪) શાહ જીનાલી ધોરણ ૯ ની છાત્રાઓ જોડાયેલી હતી

 પ્રોજેકટ ના ગાઈડ વિજ્ઞાન શિક્ષક અશ્રનિ ભુવાએ છાત્રાઓ ને જરૂરી માર્ગદર્શન પૂરુપાડેલુ હતું

૯ માં ધોરણથી જ અભ્યાસની સાથે સાથે છાત્રાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા ડો.માલબેન કુંડલીયાએ સમગ્ર પ્રોજેકટ દરમ્યાન છાત્રાઓ અને ગાઈડનો ઉત્સાહ જળવાઈ રહે તે માટેનુ પ્રોત્સાહન પૂરું પાડેલું હતુ

આપણા પુર્વજો દાંતની તંદુરસ્તી માટે મીઠાનો ઉપયોગ કરતા, તેમાં ફરીથી જાગૃતિ લાવવા બદલ ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ઠક્કરે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

દીકરોઓનો વાલીઓને પણ વ્યસન છોડાવવા હઠાગ્રહ

હાથ ધરેલા પ્રયોગોમાં છાત્રાઓએ પોતાના પપ્પા કે ભાઈ જો ફાકી, માવો કે પાન ખાતા હોય તો તેને વ્યસનમાંથી છોડાવવા માટે આગ્રહ કરેલો કે તમારી જીંદગી અમારા માટે બહુ જ કીમતી છે તેમ છતાં જો તમે વ્યસનને અટકાવી ન શકો તો તમારે રાત્રે સુતા પહેલા બ્રશ તો કરવું જ પડશે તેવો હઠાગ્રહ રાખેલો જેથી કરીને મોઢાના, દાંતના કે પેઢાના કેન્સરને શકય એટલું અટકાવી શકાય.

આ સંદેશો વાંચીને તમે લોકો પણ કોટક સ્કૂલની દીકરીઓની વાત સાંભળશો જ... એવો વિશ્રાસ છે.

તારણો શું મળ્યા?

પીળા પડી ગયેલા દાંત સફેદ અને ચમકીલા બનવા લાગે છે : બે દાંત વચ્ચેના પોલાણમાં ભરાઈ જતો ખોરાક - પાન - માવો - ફાકીના કચરા નિકળી જાય છે : મોઢું દુર્ગંધરહિત થાય છે

જે મીત્રો એ આ પ્રયોગ કરેલો છે તેઓનો આપ સંપર્ક કરી શકો છો

(૧)  માધવ આણંદપરા M.Sc.B.ed.(Physics) મો.૯૯૨૫૦૩૦૩૪૬— દાંત ઉપર ના કાળા ડાઘ દૂર થઈ ગયેલા

(૨)  બીપીન માકડીયા (બેસ્ટ ટીચર્સ એવોર્ડ વિજેતા) B.R.S. B.ed. (English) કે.બી.બેરા કધયા વિદ્યાલય ગોંડલ મો. ૯૪૨૭૨૩૮૨૪૨

(૩) કરશનભાઈ ધમસાણીયા B.Sc.B.ed. સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ગોંડલ (નીવૃત શિક્ષક હાલ USA અમેરીકામા ઘણા ગોરા લોકોની આયુર્વેદ,યોગ-પ્રાણાયામ, એકયુપ્રેસર, બોડી-ડાયાગ્નોસીસ દ્વારા રોગો દુર કરીને ભારત દેશનુ ગૌરવ વધારેલ છે મો. ૯૪૨૬૯૪૩૦૩૩

ગાઈડ : આલેખન

અશ્વિન ભુવા-

કોટક સ્કુલ-રાજકોટ

મો. ૯૪૨૮૮૮૯૫૬૦, ૮૩૨૦૫૫૬૦૧૨

(3:46 pm IST)