Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

તિરૂપતી ચોકમાં ગેરેજ સંચાલક સંજય પટેલ પર અજાણ્યા શખ્સોનો હુમલો

લઘુશંકા કરવા કાર ઉભી રાખતાં જ 'કેમ અહિ ઉભો છો?' કહી તૂટી પડ્યાઃ પથ્થરમારો કરતાં માથા-મોઢા પર ઇજા

રાજકોટ તા.૩૦: મવડી રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ સામેના ભાગે તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ચોકમાં ગેરેજ સંચાલક પટેલ યુવાનને અજાણ્યા છ-સાત શખ્સોએ કેમ અહિ ગાડી ઉભી રાખી? કહી ઢીકા-પાટુનો માર મારી પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપમાં રહેતો સંજયભાઇ પરષોત્તમભાઇ ડોબરીયા (ઉ.૩૩) નામનો લેઉવા પટેલ યુવાન ફોર્ચ્યુન હોટેલની સામેના ભાગે હરિવલ્લભ મોટર્સ સર્વિસ નામે ગેરેજ ચલાવે છે. રાત્રીના દસેક વાગ્યે પોતે ગેરેજ બંધ કરી પોતાની કાર હંકારી ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં તિરૂપતી ચોકમાં લઘુશંકા કરવા કાર ઉભી રાખતાં અને કાચ ખોલતાં જ અજાણ્યા શખ્સોએ 'તું શું અહિ આવ્યો, કેમ કાર ઉભી રાખી?' કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. મોઢા-માથામાં ઇજા થતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(3:42 pm IST)