Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

'તુ કામ નથી કરતી, કાંઇ આવડતુ નથી' કહી કોમલબેન ઉનાગરને પતિ-સાસરિયાનો ત્રાસ

ધરમનગરમાં રહેતા પતિ કેતન, સાસુ ચંદ્રીકાબેન, સસરા જમનભાઇ અને નણંદ હેતલ સામે ગુનો

રાજકોટ, તા. ૩૦ : ધરમનગર મેઇન રોડ વરીયા સમાજની વાડી પાસે રહેતી પરિણિતાને પતિ, સાસુ, સસરા અને નણંદ 'તુ મકામ નથીક રતી, તને કાંઇ આવડતુ નથી ' કહી મારકુટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર જુના ગણેશનગર શેરી નં. ૯માં માતા-પિતા સાથે છેલ્લા આઠ માસથી રહેતા કોમલબેન કેતન ઉનાગર (ઉ.વ.રપ) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ધરમનગર મેઇન રોડ વરીયા સમાજની વાડીની સામે રહેતો પતિ કેતન ઉનાગર, સાસુ ચંદ્રીકાબેન ઉનાગર, સસરા જમનભાઇ બચુભાઇ ઉનાગર અને નણંદ હેતલ હરદેવભાઇ ધંધુકીયાના નામ આપ્યા છે. કોમલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના એક વર્ષ પહેલા કેતન ઉનાગર સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ ત્રણ માસ સુધી, પતિ, સાસુ, સસરાએ સારી રીતે રાખેલ બાદ સાસુ ચંદ્રીકાબેન તથા સસરા જમન અને નણંદ હેતલ મારી સાથે નાની-નાની વાતમાં ઝઘડો કરી ગાળો આપતા અને ઘરકામ બાબતે કહેતા કે 'તુ કામ નથી કરતી અને તને કાંઇ આવડતુ નથી, તને તારા મા-બાપે કાંઇ શીખવાડયું નથી' તેમ મેણાટોણા મારતા હતા અને પતિ કેતન અવાર નવાર તારા બાપે કરિયાવરમાં કંઇ આપેલ નથી તેમ કહી ઝઘડો કરતો હતો. હું મારા ઘરસંસાર માટે જતુ કરી દેતી હતી, પરંતુ પતિ તથા સાસરીયાઓમાં વર્તનમાં સુધારો આવતો નહીં અને સાસુ ચંદ્રીકાબેન તથા નણંદ કહેતા કે 'જો અત્યારે તું છોકરા નહીં કરે તો તને છોકરા નહી થાય' તેમ કહી મેણાટોણા મારી ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને તારા પિયર જવું હોય તો જા પાછી આવતી નહીં કહી ઘરમાંથી કાઢી મૂકતા પોતે જુના ગણેશનગરમાં માતા-પિતા સાથે રહે છે. આ અંગે પીએસઆઇ એન.બી. ડાંગરે તપાસ આદરી છે.

(3:39 pm IST)