Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ખોખડદળ નદીના પુલ પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે અરૂણ ચૌહાણ પકડાયો

શકિત ઇન્ડસ્ટ્રીઝ ઝોન પાસે કેબીન પાછળથી દારૂની ૮ બોટલ કબ્જેઃ સુરેશ કોબીયાની શોધખોળ

રાજકોટ તા.૩૦: ભાવનગર રોડ પર સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ નજીક ખોખડદળ નદીના પુલ પાસેથી દારૂની દસ બોટલ સાથે યુપીના શખ્સને થોરાળા પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ બી.જે. જાડેજા, હેડ કોન્સ. મુકેશભાઇ,કનુભાઇ, વિજયભાઇ, રોહિતભાઇ, નરસંગભાઇ, આશીષભાઇ તથા સહદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ બી.જે. જાડેજા, અને આશીષભાઇ દવેને મળેલી બાતમીના આધારે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા પાસે ખોખડદળ નદીના પુલ પાસે દરોડો પાડી દારૂની ૧૦ બોટલ સાથે મૂળ ઉતરપ્રદેશનો હાલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાં શેરીનં. ૪ માં રહેતો અરૂણ લલન ચૌહાણ (ઉ.વ.૨૩)ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં શકિત ઇન્ડસ્ટ્રીઝ ઝોન મેઇન રોડ પાસે પતરાની કેબીન પાછળથી દારૂની ૮ બોટલ કબ્જે કરી હતી જયારે સુરેશ મગનભાઇ કોબીયા (રહે. મયુરનગર શેરીનં. ૬) નાસી જતા તેની શોધખોળ આદરી છે.

સંતકબીર રોડ પર વરલીનો જુગાર રમતો દીલીપ પકડાયો

 થોરાળા પોલીસ મથકના એએસઆઇ એચ.એમ. ઝાલા તથા હેડ કોન્સ. લાખાભાઇ કલોતરા સહિતે બાતમીના આધારે સંતકબીર રોડ પર પારૂલ કોમ્પલેક્ષ સામે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો દિલીપ નંદલાલભાઇ નિર્મળ (ઉ.વ.૬૩) (રહે. ખોડીયારપરા શેરીનં.ર) ને પકડી લઇ રૂ. ૫૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:38 pm IST)