Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અયોધ્યા રેસીડેન્સીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો તેજસ ઉર્ફે નાનુ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ટીવી, મોબાઇલ ફોન સહિત ૧૭ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા.૩૦: દોઢસો ફુટ રોડ પર અયોધ્યા રેસીડેન્સીમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા વણીક શખ્સન ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી તથા પીએસઆઇ ડી.પી. ઉનડકટ, હેડ કોન્સ. જગમાલભાઇ, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા તથા પ્રદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સંતોષભાઇ, મયુરભાઇ અને જગમાલભાઇ ને મળેલી બાતમીના આધારે દોઢસોફુટ રોડ અયોધ્યા રેસીડેન્સી બ્લોક નંબર ૨૬માં દરોડો પાડી તેજસ ઉર્ફે નાનુ સુરેશભાઇ બગડીયા (ઉ.વ.૪૦) ને આઇપીએલના ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પકડી લઇ રૂ. ૧૧૦૦ની રોકડ સહિત રૂ. ૧૭,૧૦૦ની મત્તા કબ્જે કરી હતી.

(3:38 pm IST)