Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા 'સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯' નું આયોજન

ધો.૧૨ ની પરીક્ષામાંથી હળવા થયેલ વિદ્યાર્થીઓને સીંગીંગ, ડાન્સીંગ, એકટીંગમાં ભાગ લેવા તક

રાજકોટ તા. ૩૦ : તાજેતરમાં ધો.૧૨ ની પરીક્ષા આપી હળવા થયેલા વિદ્યાર્થીઓ માટે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા 'એચ.એન.એસ. સમર યુથ ફીએસ્ટા ૨૦૧૯' નું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજક ટીમના યુવા આગેવાનોએ જણાવેલ કે આ ફીએસ્ટા અંતર્ગત સીંગીગ, ડાન્સીંગ, મોનો એકટીંગ જેવી કોમ્પીટીશન થશે. જેનો સેમી ફાઇનલ તા. ૨૫ એપ્રિલના સવારે ૯ વાગ્યેે શુકલ કોલેજ, ૨/૩ વૈશાલીનગર, આમ્રપાલી રેલ્વે ફાટક પાસે, રૈયા રોડ ખાતે યોજાશે.

જયારે ફાઇનલ તા. ૩૦ એપ્રિલના સવારે ૯.૩૦ વાગ્યે ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ, શીવધારા રેસીડેન્સી, શ્રીજી બંગલો પાસે, ડી-માર્ટ પાછળ, કુવાડવા રોડ ખાતે યોજાશે.

તમામ વિજેતાઓને શિલ્ડ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાશે. ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ અપાશે.

ભાગ લેવા ઇચ્છુક ધો.૧૨ ના વિદ્યાર્થીઓએ નામ નોંધાવવા કે વધુ માહીતી માટે એચ.એન. શુકલ કોલેજ, ર-વૈશાલીનગર, રૈયા રોડ ખાતે રૂબરૂ અથવા મો.૯૫૭૪૭ ૯૬૨૯૨, મો.૯૯૨૪૯ ૪૦૭૯૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

એન.એન.એસ. યુથ ફીએસ્ટા ૨૦૧૯ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો. નેહલ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલ રૂપાણી, ટ્રસ્ટી સંજય વાઘરના માર્ગદર્શન હેઠળ કરીશ્માબેન રૂપાણી, સ્નેહલબેન પંડયા અને સ્ટાફગણ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન કમીટીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:26 pm IST)