Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા પોલીસ દ્વારા કાલે લોક દરબાર

રાજકોટ તા.૩૦: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી સંયુકત પોલીસ કમિશ્નર એસ.એમ.ખત્રી, ઝોન-૨ના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, ઝોન-૧ના ડીસીપી સૈની, તથા એ.સી..પી.એસ.એમ.ગેડમ,ના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તા.૩૧-૩ ના સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શહેર પોલીસ હેડ કવાર્ટર, તાલીમ ભવન ખાતે (મહિલા પો.સ્ટે.ની બાજુમાં) મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યુ છે.

સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે. જેથી જે કોઇ અરજદારોએ મહિલા પોલીસમથકમાં અરજીઓ આપેલ હોય તેઓએ આવતી કાલે સવારે ૯ થી ૬ વાગ્યા સુધી માં પોલીસ હેડ કવાર્ટર.તાલીમ ભવન ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે. આ સંબંધમાં મહિલા પો.સ્ટે.માં આપેલ અરજી/ફરીયાદના અરજદાર તથા સામાવાળાઓને હાજર રહેવા ફોન થી જાણ કરવામાં આવેલ છે. જેનો ફોન થી સંપર્ક થયેલ ન હોય અને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી ચાલુ હોય તેવા અરજદારો પણ આ લોક દરબારમાં હાજર રહી શકે  છે.

(3:25 pm IST)