Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રાજકોટનું સાક્ષી બનશે નાટક ''સમુદ્ર મંથન''

વિદેહી એન્ટરટેઇનમેન્ટનો અનોખો નાટયપ્રયોગઃ ટિકીટ માટે સંપર્ક મો.૬૩૫૪૯ ૯૫૦૦૧

રાજકોટઃ  ઉતમ કલા વાંચ્છુ રાજકોટ વાસીઓ સુંદર કલાના કોઈપણ સ્વરૂપને દિલથી આવકારે છે. જેની સાબિતી કંઇક જુદા પ્રકારના, બોલ્ડ વિષય ધરાવતા નાટકને પણ  બહોળો અને ભાવભર્યો પ્રતિસાદ મળ્યો છે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પ્રસ્તુત  નાટક આજ જાને કી ઝિ દ ના કરો માં લોકલ ટ્રેનના  ડબ્બા ઉભા કરાયા હતા  જયારે તેનાથી તદ્દન વિરુદ્ઘ  'સ્ટોરી ટેલીંગ' ઼ને તદ્દન હળવી કોમેડીમાં ફેરવી 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' માં ૨૦ જેટલા માતબરી કલાકારો  કોમેડી ડાયલોગ અને કોમેડી  ગીતો વડે જાણે ખરે ખર અમદાવાદ ની એક આખી પોળ ઉભી કરે !  આવા પ્રયોગશીલ અને ગુજરાતી રંગભૂમિમાં તદ્દન નવો ચીલો ચાતરતા નાટકો વિદેહી એન્ટરટેઇન્મેન્ટ લાવ્યાં અને રાજકોટ એ પૂરા દિલ થી આવકાર્યા ! પ્રયોગશીલ અને માતબર નાટકો લઇ આવવાના  વિદેહીના સંકલ્પને આગળ વધારતા રાજકોટ સાક્ષી  થવા જઈ રહ્યું છે વધુ એક અદભુત નાટક - ''સમુદ્ર મંથન'' નું 

અદભુત નાટક બનાવવા માટે ની તૈયારીઓ પણ અદભુત હોવાની જ.  ખારવણ સ્ત્રી વિશેના અને નાટક ની પૂર્વ તૈયારી રૂપે થયેલા રિસર્ચ વિષે વાત કરતા નાટક ના દિગ્દર્શિકા શ્રી અદિતિ બેન જણાવે છે કે કમનસીબે એ સ્ત્રી વિષે ની વાત કયાંય ડોકયુમેન્ટેડ નથી અને તેમની ત્રીજી ચોથી પેઢી પાસે પણ કોઈ ખાસ માહિતી મળી શકે તેમ નથી. થોડી ઘણી માહિતી એટલા માટે મળી કેમકે એ ખારવણ સ્ત્રી જેમનું નામ કબી  હતું તે પોતે શિક્ષિકા હતા અને ડાયરી લખતા હતા જેમાંના થોડા પાનાં સચવાયેલા છે. તેમાંથી આખું નાટક ઉભું થયું.  સૌથી પેહલા તેમના લેખ પર થી વાચિકમ કર્યું જેમાં અમને સમજાયું કે માધ્યમ બદલવાના કારણે દ્યણા ચેલેન્જીઝ છે જેથી અમે તે સત્ય ઘટના માંથી એક જ વાત  ઉઠાવી જેમાં કબી  એટલે બહાદુર ખારવણ સ્ત્રી અને મીઠું એટલે તેનો પતિ અને તેઓ વહાણ  ઉપર કઈ રીતે વ્યાપાર કરે છે તે આખી વાત કાલ્પનિક રીતે ઉભી કરવામાં આવી છે.

 બીજી બે ત્રણ ઘટના વિષે વધુમાં જણાવતા અદિતિ બહેન જણાવે છે કે ખારવા વિષે વધુ વિગતવાર માહિતી મેળવવા અમારી આખી ટીમ માંગરોળ, પોરબંદર, જામનગર અને માંડવી ના દરિયા કિનારે ફરી ખારવાઓ સાથે વાતચીત કરી તેમની સંસ્કૃતિ , તેમના ગીતો તેમની માન્યતાઓ વિષે અભ્યાસ કર્યો.  ઘણા રિસર્ચર ને મળ્યા જેમાં જામનગરના રૂપલબહેન માંકડ પાસેથી ઘણી મદદ મળી.  આ રૂપલબેનના ત્રીજી પેઢી ના દાદાએ ૧૯૩૫ માં ખારવાઓના શબ્દોની ડીક્ષનરી બનાવી હતી. અને હવે રૂપલબહેનને ખારવાઓમાં રસ પડ્યો છે જેથી તેઓ રિસર્ચ કરી રહ્યા છે ! પોરબંદર માં બહુ જ જાણીતા લેખક નરુત્ત્।મ પલાણ  સાથે ઘણી વાતચીત કરી. આ ઉપરાંત માંડવી ખાતે  ખરેખર પડેલા સઢ વાળા વહાણ વિષે અભ્યાસ કર્યોમ જે ચાલીસ ફૂટ ઊંચા હોય છે . જેમાં સિડી  પર ચઢવું પડે છે અને અંદર પણ  એ જ રીતે ઉતરવું પડે છે. અમારી આખી ટીમ એ વહાણ ઉપર ચઢી અને નાની નાની વસ્તુઓ સમજીમ  ત્યાં આગળ વહાણ  નું પ્રદર્શન પણ જોયુંમ માવજીભાઈ મંકોડી કરીને એક ખારવા ભાઈએ અમને શઢ વાળા વહાણની ટ્રેનિંગ આપી, જેમાં સઢ ખોલવું, બંધ કરવું, તોફાન ત્યારે આવે ત્યારે શું કરવું, બેલેન્સ કઈ રીતે રાખવું આ બધાની ટ્રેનિંગ અને સમજ આપી.

પુરી સમજ સાથે પાછા ફર્યા બાદ અમે નાટકનું રિહર્સલ કર્યું.  આ પ્રકારના નાટક માં ફકત અભિનય જ મહત્વ ધરાવતો નથી, તેની સાથે સેટ ડિઝાઇન, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ ઈફેકટ પણ ખુબ જ મહત્વના છે.

 નાટકનો એક માત્ર પ્રયોગ ૬ ઠ્ઠી એપ્રિલ, રાત્રી ના ૧૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. નાટક ની ટિકિટો ના દર રૂ. ૨૦૦ થી લઇ રૂ. ૬૦૦ સુધી ના છે.  ટિકિટો માટે આજે જ સંપર્ક કરો : ૬૩૫૪૯૯૫૦૦૧. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગ માં અકિલા અને ટીપોસ્ટ પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત સમુદ્ર મંથન નાટકના સપોર્ટર્સ તરીકે વિકાસ સ્ટવ અને કુકવેર, માઇક્રોફાઇન ઘરઘંટી , સિદ્ઘિવિનાયક ફોર્ડ, સેઇલર સોડા, કાઠિયાવાડી સ્વાદબંધુ, શિલ્પા લાઈફ સ્ટાઇલ, તિરૂપતિ કુરિયર, પરીન ટાટા મોટર્સ અને પરીન ફર્નિચરનો પણ સહકાર સાંપડ્યો છે.

હાલમાં ૫૦ ટકા જેટલી ટિકિટો તો વેચાઈ પણ , હોઈ નાટ્યપ્રેમીઓએ આજે જ ટિકિટ લઇ લેવી હિતાવહ છે. ૧ એપ્રિલ થી હેમુ ગઢવી હોલની ટિકિટ વિન્ડો પર પણ સવારે ૧૦ થી ૨ અને બપોરે ૨ થી રાત્રે ૯ દરમ્યાન ટિકિટ બુક કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

(3:24 pm IST)