Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જુવેનાઇલ ડાયાબીટીક ફાઉન્ડેશન દ્વારા એજયુકેશન કેમ્પ :

સૌરાષ્ટ્ર કચ્છના ટાઇપ-૧ ડાયાબીટીક બાળકો માટે આશીર્વાદરૂપ સંસ્થા જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં એન્જી. એસો. હોલ ખાતે નિઃશુલ્ક એજયુકેશનલ કેમ્પ યોજવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના મળી કુલ ૫૦૦ બાળ દર્દીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નામાંકિત ડોકટરોએ આ તકે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમના મુંજવતા સવાલોના ઉત્તરો આપ્યા હતા. ડો. નિલેશ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. કલ્યાણીબેન વચ્છરાજાની, ડો. પ્રફુલ્લ ગજજર, ડો. મુકેશ પોરવાલે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દાતાઓ તરફથી અમુલ્ય સહયોગ મળ્યો હતો. જૈન સાધર્મિક સેવા સમિતિ દ્વારા રૂા.૯૯૦૦૦ જેવી રકમ તથા અગ્રણી દાતા ચંદુભાઇ શેઠ તરફથી રૂા.૧૧૦૦૦ નુ અનુદાન પ્રાપ્ત થયુ હતુ. કેમ્પમાં ઉપસ્થિત દરેક ડાયાબીટીક બાળ દર્દીઓને રૂા.૫૦૦ થી ૬૦૦ સુધીની ડાયાબીટીસમાં ઉપયોગી પેન-નીડલ સીરીંજ ગીફટરૂપે અપાઇ હતી. સંસ્થાના ટ્રસ્ટી અપુલ દોશીના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવેલ. અહી વ્યસન મુકિતનો સંદેશો પણ પ્રસરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન), શીરીષભાઇ રવાણી (એસ.એમ.બી. વાલ્વ), પરેશભાઇ વાસાણી (પ્રમુખ એન્જી. એસો.), યશભાઇ રાઠોડ (પ્રમુખ રોટરી કલબ ઓફ ગ્રેટર), પ્રફુલભાઇ રવાણી (પ્રમુખ જૈન સાધર્મીક સેવા સમિતિ), કનૈયાલાલ રામાનુજ (મહંતશ્રી મુળી), ચંદુભાઇ શાહ (અગ્રણી દાતા) ઉપેનભાઇ મોદી (જૈન શ્રેષ્ઠી), ઉત્કર્ષભાઇ દોશી (પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ), જયેશભાઇ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)