Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સ્ત્રી સશકિતકરણના સંદેશ સાથે રોટરી કલબ દ્વારા યોજાઇ 'વુમન્સ ડ્રાઇવ'

રાજકોટ : વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 'વુમન્સ ડ્રાઇવ' ગોઠવવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧૨૪ કિ.મી.ની આ ડ્રાઇવમાં લાલ ડ્રેસ, સીટ બેલ્ટ, કાર ઉપર મહિલા સશકિતરણ બેનર, પરિચય, બેટી બચાવો સ્લોગન ફરજીયાત કરાયા હતા. નિયત કરાયેલ રૂટ પર ઓછામાં ઓછી ૨૦ કિ.મી./કલાક અને વધુમાં વધુ ૮૦ કિ.મી./કલાક ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. કેટલાક સ્પર્ધકે પોતાના સફાઇ કામદારની દીકરીઓને ડ્રાઇવમાં સાથે રાખી વાસ્તવીક સમાનતા દેખાડી હતી. તો કેટલાક કેન્સરના મહિલા દર્દીઓએ ડ્રાઇવ દરમિયાન કેન્સરના રોગ વિષે સાચી માહીતી રજુ કરી સૌની ભ્રમણા દુર કરવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસીડેન્ટ યશ રાઠોડ (મો.૯૭૨૪૨ ૭૭૭૭૭), રવિ ચોટાઇ (મો.૯૭૧૨૨ ૭૭૩૩૩) અને કલબ મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી. રોટરીઅન્સ શીતલ પટેલ, પૂર્વી લાખાણીએ સમગ્ર સંચાલન સંભાળ્યુ હતુ.

(3:23 pm IST)