Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મારકુટ-અકસ્માત ઇજા, રાયોટીંગના કેસમાં આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૩૦: છરી વતી હુમલો કરી મુઢમાર મારવા તેમજ વાહન હડફેટે ઇજા કરવા અંગેની ફરિયાદમાં રવિ દિનેશભાઇ ચૌહાણએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને કોર્ટે મંજુર કરી હતી.

આ બનાવની હકીકત ઓવી છે કે, આ કામનાં મુખ્ય આરોપી વસીમ દલવાણી તથા અન્ય ૪ આરોપીઓ દ્વારા આ કામના ફરિયદી દિલીપ કેશુભાઇ ગોસ્વામીના દીકરા ધીમલે કરેલી અગાઉની ફરિયાદનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઇગલ કાર્ગોની દુકાને જઇ છરી, ધોકા વતી ફરિયાદીને મુઢમાર મારેલ તથા ફરિયાદીના બનેવી દિનેશગીરી ગોસ્વામીને વરના કારની હડફેટે લઇ ઇજા પહોંચાડેલ.

આ કામના આરોપી રવિ દિનેશભાઇ ચૌહાણના વકીલ એ દલીલ કરી કે, ફરિયાદીની ફરિયાદ જોતાં આરોપી વિરૂધ્ધ કોઇ પ્રથમ દર્શનીય કેસ નથી તથા આ કામમાં રાયોટીંગની કલમ-૧૪૭ લેવામાં તદન ખોટી રીતે આવેલ છે. તથા આરોપીને ગુના સાથે સાંકળી શકાય કોઇ જ ભરોસાપાત્ર પુરાવો પોલીસ કાગળોમાં અસ્તિત્વ ધરાવતો નથી. આવી ધારદાર દલીલો ગ્રાહય રાખી રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી દ્વારા આરોપી રવિ દિનેશભાઇ ચૌહાણને રૂા. ૧૦,૦૦૦/-ના આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવામાં આવેલ છે.

આ કામે આરોપી તરફે રાજકોટના વકીલશ્રી મેઘરાજસિંહજી ચુડાસમા તથા કૃણાલભાઇ દવે રોકાયેલ હતા.

(3:21 pm IST)