Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ટ્રાવેલ સર્વિસીઝને આપેલ ચેક પાછો ફરતા અદાલતમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ તા.૩૦: આ કેસની હકીકત એવી છે કેઃ ભાવેશભાઇ વલ્લભભાઇ નારીયાને જુદા જુદા પર્યટન સ્થળોએ જવા માટેની ટીકીટ ખરીદ કરવાની જરૂરીયાત તેમજ વિદેશ જવા માટેના વિઝા મેળવવાની જરૂરીયાત પડતા તેઓએ શ્રી આકાશ ટ્રાવેલ સર્વિસીઝનો સંપર્ક કરતા તેમના દ્વારા દેશ વિદેશની ટીકીટો ખરીદ કરી વિઝા મેળવી હોટલો બુક કરાવેલ જે અંગેના આકાશ ટ્રાવેલ સર્વિસીઝના લેણા થતાં રૂા.૧,૫૦,૦૦૦ પુરાની ભાવેશભાઇ વલ્લભભાઇ નારીયા પાસે ઉઘરાણી કરતા તેઓએ આ કાશ ટ્રાવેલ સર્વિસીઝને એકસીઝ બેન્ક, જામનગર શાખાનો ચેક આપેલ.

સદરહુ ચેક ખાતામાં ભરતા ફંડ ઇનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા આકાશ ટ્રાવેલ સર્વિસીઝએ ચેક પરત ફર્યા અંેની ભાવેશભાઇ વલ્લભભાઇ નારીયાને નોટીસ આપવા છતાં રૂપિયા ન ચુકવતા આકાશ ટ્રાવેલ સર્વિસીઝના માલિક કાર્તિક રમેશચંદ્ર દવેએ ભાવેશભાઇ વલ્લભભાઇ નારીયા સામે ચેક પરત ફરવાના કારણસર રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદી દાખલ કરેલ છે.

આ કામમાં શ્રી આકાશ ટ્રાવેલ સર્વિસીઝ વતી વકીલ તરીકે તરૂણ એસ.કોઠારી તેમજ અજય જે.વસોયા રોકાયેલા છે.

(3:20 pm IST)