Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પી.જી.વી.સી.એલ.ના કર્મચારીનો નોકરીમાં પુનઃ સ્થાપન થવા અંગેનો કેઇસ નામંજુર

રાજકોટ તા.૩૦: નૈતિક અધઃપતન તથા નાણાકીય ઉચાપત અને વફાદારી ભંગ સબબ છુટા કરાયેલ  કર્મચારીનો નોકરીમાં પુનઃસ્થાપીત થવાનો કેસ મજુર અદાલતે રદ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે પી.જી.વીસી.એલ શહેર વિભાગ જામનગરમા ફરજ બજાવતા શ્રમયોગી જીતેશ વળવંતરાય ત્રિવેદી દ્વારા ફરજમા પુનઃસ્થાપીત થવા જામનગર મજુર અદાલત સમક્ષ રેફરન્સ કેસ દાખલ કરેલ હતો.

સંસ્થા તરફે રજુઆત કરવામાં આવી હતી કે શ્રમયોગી દ્વારા ફરજ દરમ્યાન આચરેલ ગંભીર ગેરવર્તણુક જેવીકે સામાવાળા કંપનીના દસ્તાવેજો સાથે ચેડા કરવાનુ તથા સામાવાળા સંસ્થાએ અરજદારમાં મુકેલ વિશવાસનો ભંગ કરવાનુ અને કંપની અને ઉપલા અધિકારી તરફની વફાદારીનો ભંગ કરવાનુ તથા તેવુ કૃત્ય આચરી નૈતિક અધઃપતન નાણાકીય ઉચાપત કરેલાનુ માલુમ પડતા અરજદાર વિરૂધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી ખાતાકીય તપાસના અંતે શ્રમયોગી વિરૂધ તમામ તોહમતો તપાસ અધિકારી દ્વારા સાબીત માનવામાં આવેલ અને તે રીતે શ્રમયોગી વિરૂધ તોહમતો પુરવાર થતા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ શ્રમયોગીને બરતબફ કરવામાં આવેલ હતો.

અરજદાર સામે કિન્નાખોરી રાખવામાં આવેલ હોય તેવા પુરાવા રજુ સમગ્ર પુરાવાએ જણાયેલ નથી. આમ રજુ સમગ્ર પુરાવાની વિગત ધ્યાને લેતા અરજદારને કરવામાં આવેલ સજા બાબતે હસ્તક્ષેપ કરવાનુ ઉચીત કારણ જણાતુ નથી. જેથી શ્રમયોગીનો રેફરન્સ નામંજુર કરવામાં આવે છે.

આ કેસમાં પી.જી.વી.સી.એલ શહેર વિભાગ જામનગર તરફે મજુર કાયદાના ધારાશાસ્ત્રી શ્રી અનિલ એસ.ગોગીયા, શ્રી પ્રકાશ એસ.ગોગીયા (ગુજ.હાઇકોર્ટ)તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(3:20 pm IST)