Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

'મે ભી ચોકીદાર': કાલે નરેન્દ્રભાઇ મોદી સાથે વિડીયો કોન્ફરન્સ

તમામ શ્રેણીના કાર્યકરો- શુભેચ્છકો ઉપસ્થિત રહેઃ ભંડેરી-મિરાણી

રાજકોટ તા.૩૦: લોકસભાના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મે ભી ચોકીદાર' કેમ્પેઇન અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૩૧મી માર્ચના રોજ સાંજે ૪.૩૦ કલાકે દેશની જનતાને પોતાની સાથે વીડીયો કોન્ફરન્સથી સંબોધશે.

હેમુગઢવી હોલ ખાતે નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'મે ભી ચોકીદાર' નો વીડીયો કોન્ફરન્સમાં આવતીકાલે તા. ૩૧ના સાંજે ૪.૩૦ કલાકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ શુભેચ્છકો, સમર્થકોને ઉપસ્થિત રહેવા રાજકોટ લોકસભાના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(3:19 pm IST)